Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ પુર્ણ…

Share

રથયાત્રા, મહાઆરતી,મહાપ્રસાદીનું આયોજન…

શાળાઓમાં જાહેર રજા રાખવા આયજકોએ વિનંતી કરી…

Advertisement

અંક્લેશ્વરમાં ભગવાન જગન્નાથજીની ૧૫ મી રથયાત્રાનાં આયોજનની તૈયારીઓ પુર્ણ થઈ ગઈ છે. વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અંક્લેશ્વરમાં સતત ૧૪ વર્ષોથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. હરિદર્શન સોસાયટી સ્થીત ભગવાન જગન્નાથનાં મંદિરેથી ભવ્ય રથયાત્રા નીકળે છે. ૧૫ મી રથયાત્રાની તૈયારીઓ પણ પુર્ણ થઈ ગઈ છે. તા. ૧૪મી જુલાઈ અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથજીના મંદિરે સવારે ૮ થી ૧૧ કલાક દરમિયાન મહાપૂજાનું મહાયરીનું આયોજન કરાયું છે. ત્યાર બાદ ૧૧ કલાકે મુંબઈનાં વજ્રેશ્વર આશ્રમધામનાં સ્વામી શ્રી લતિતાનંદજી અને અંક્લેશ્વર રામકુંડતીર્થનાં મહંત ગંગાદાસજી બાપુ પહિંદવિધિ કરશે અને ત્યાર બાદ મંદિરેથી ભરૂચીનાકા, ચૌટાબજાર સહિત નગરનાં વિવિધ વિસ્તારોમાં થઈ પુન: મંદિર ખાતે પરત ફરશે. ત્યારબાદ મહાઆરતી મંદિર ખાતે યોજાશે અને રમણમૂળજી વાડી ખાતે મહાપ્રસાદીનું પણ આયોજના કરાયું છે. રથયાત્રી દરમિયાન ભક્તોને પ્રસાદી માટે ૧૫૦ કિલો મગ, ૨૦૦ કિલો ચોકલેટ, ૫ મણ જાંબુ અને ૨૦ મણ કાકડીની પણ વ્યવસ્થા આયજકો દ્વારા કરવામાં આવી છે.

આયોજકો દ્વારા આ રથયાત્રામાં અતિથિવિસેષ તરીકે મંત્રી ઈશ્વરસિંહ પટેલ, તથા સાંસદ મનસુખ વસાવાને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

અંક્લેશ્વર રથયાત્રાનાં આયોજકો દ્વારા આ વર્ષે પ્રથમવાર રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ભરૂચ જિલ્લા શિક્ષણાધીકારી નૈષધ મકવાણાને રથયાત્રાનાં દિવસે જાહેર રજા રાખવા માટે વિનંતિ કરાઈ છે. રથયાત્રાનાં દિવસે સામાન્ય રિતે અમદાવાદ,વડોદરા સહિતનાં સ્થળોએ જાહેર રજા શાળાઓમાં હોય જ છે ત્યારે અંક્લેશ્વરમાં પણ રજા જાહેર કરાય એ માટે આયોજકોએ વિનંતિ કરી છે ત્યારે હવે એ માન્ય રેહશે કે નહિં એ જોવું રહ્યું. નગરજનોમાં રથયાત્રાને લઈ ભારે ધર્મોલ્લાસનો માહૌલ જોવા મળી રહ્યો છે.


Share

Related posts

ભારતીય દલિત સાહિત્ય અકાદમી દ્વારા ઓનલાઇન કવિ સંમેલન, ગોધરાનાં જાણીતા કવિ વિનોદ ગાંધીએ આપ્યુ વક્તવ્ય.

ProudOfGujarat

રાજપારડી નગરમાં શરતોને આધિન ધંધા શરુ કરવાની મંજુરી બાદ બજારો ધબકતા થયા.

ProudOfGujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ તથા એક બોલેરો ગાડી મળી કુલ કિં.રૂ. ૩,૫૭,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!