અંકલેશ્વર
તારીખ: ૧૭/૦૩/૨૦૧૯
ગુજરાત સરકાર તરફથી કરોડો નો ખર્ચ કરી અંકલેશ્વર તાલુકા પંચાયત ની અતિ આધુનિક બિલ્ડીંગ નું નિર્માણ કરવામાં આવ્યું છે જે સમય ની જરૂરિયાત પણ હતી પરંતુ ઓછા કર્મચારીઓ અને હાજર કર્મચારીઓ માં આવડત ના અભાવ, અને સેવા વૃત્તિ ના અભાવ વિનાના કર્મચારીઓ ના લીધે પ્રજા સરકારી લાભો થી વંચિત છે. રોજ રોજ ખોટી રીતે ધક્કા ખાવા પડે છે જ્યાં સમય અને પૈસા વો વ્યય થયા પછી પણ જનહિત અને તેમની ફરજ મુજબ ના ના કામો થતા નથી.
અંકલેશ્વર તાલુકો એ ભરૂચ જીલ્લા નો મોટો અને વિકસિત તાલુકો છે વિશ્વ ની મોટી ઓદ્યોગિક વસાહત હોવાથી તાલુકા ની વસ્તી માં ઉત્તરો ઉત્તર વધારો થતો જાય છે. જેની સામે તાલુકા પંચાયત ના કર્મચારીઓ ની સંખ્યામાં વધારા ની જરૂરિયાત છે પરંતુ તેમાં ઘટાડો થયો છે. અને જે કોઈ કર્મચારીઓ ફરજ બજાવે છે તેઓ માં અણ-આવડત, પ્રજા સાથે સન્માનીય વર્તણુક નો અભાવ, સેવા વૃત્તિ નો અભાવ જોવામાં આવી રહયો છે. એવું લાગે છે કે જે કોઈ પણ જગ્યાએ ના ચાલે એવા કર્મચારીઓ ને અંકલેશ્વર તાલુકા પંચાયત માં જગ્યા આપી છે. અને સરકાર નો પગાર ચૂકવાય છે.
અન્ય મુખ્ય કારણ એ પણ છે કે છેલ્લા કેટલાક મહિનાઓ થી અહિયાં ફૂલ-ટાઇમ (પૂર્ણ-સમય) ના તાલુકા વિકાસ અધિકારી ની નિમણુક કરવામાં આવી નથી અને લાંબા સમય થી હંગામી TDO થી કામ ચલાવવા માં આવે છે અને વાંરવાર તેઓ ની પણ બદલીઓ કરવામાં આવે છે જે કોઈ આવે છે તે ટૂંક સમય માટે હોવાથી કર્મચારીઓ પણ મન ફાવે તે રીતે કામગીરી કરે છે અને આવેલ હંગામી TDO આંખ આડા કાન કરતા હોય છે. હંગામી TDO ને આ કર્મચારીઓ સાહેબ ગણતા જ નથી અને સાથ આપતા નથી જેનો ભોગ પ્રજા બની રહી છે.
સરકાર સેવાકીય, લાભદાયી, પ્રજા હિત ની અનેક યોજનાઓ જાહેર કરે છે પરંતુ જેમને આ કામગીરી કરવાની છે એ કર્મચારીઓ આ કામો ને બોજ સમજે છે તાલુકા ની ભોળી પ્રજા પોતાના નાના નાના કામો જેવાકે આવક ના કે જાતિ ના પ્રમાણ પત્રો લેવા માટે પણ આ કર્મચારીઓ ધક્કે ચડાવે છે રોજ રોજ નવા નવા બહાના કાઢી ખોટી હેરાનગતિ કરતા છે. સરકારી પરિપત્રો મુજબ ઓછા પુરાવા અને સમય મર્યદા માં લાભાર્થી ને મદદરૂપ થાય એવી કામગીરી કરવાનું જણાવ્યું હોવા છતાં ફક્ત પોતાની અણ-આવડત ના લીધે અરજી સ્વીકારતા જ અરજદાર ને ધમકાવવા નું ચાલુ કરી દે છે. કર્મચારીઓ સરકારી પરિપત્ર ને સમજવા માટે પણ લાયક નથી. અન્ય વધારા ના ડોક્યુમેન્ટ પણ આપી દેવામાં આવે ત્યારે “ આજે સાહેબ નથી , સાહેબ મીટીંગ માં છે.કાલે આવજો ” જેવા બહાના કાઢી દિવસો સુધી ધક્કા ખવડાવી અરજદાર નો કીમતી સમય અને પૈસા નો વ્યય કરાવે છે.
હાલ ના જ એક કિસ્સા માં ઉમરવાડા ગામ ના એક વિદ્યાર્થી ને તેની મેડીકલ ની પરીક્ષા માટે તેની જાતિ બાબત ના દાખલા ની જરૂરત હતી તેણે પરિપત્ર મુજબ ના બધાજ ડોક્યુમેન્ટ શામેલ કર્યા હતા અને તેને વિનંતી કરી હતી કે મારે ઓન લાઈન ફોર્મ ભરવા માટે ચાર જ દિવસ બાકી છે માટે પ્રમાણપત્ર વહેલું મળે એવી કોશિશ કરજો. ફરજ પરના મહિલા કર્મચારી એ અરજી સ્વીકારી બીજા દિવસે લઈ જવાનું જણાવ્યું અને તે પછી આ અરજદાર રોજે રોજ તાલુકા કાર્યલય માં પ્રમાણપત્ર લેવા પોહ્ચતો હતો. તેના ફોર્મ ભરવાના અંતિમ દિવસે તેની અરજી પરત કરી જણાવ્યું કે તમારા પિતા ના પુરાવા આપો. અરજદાર પાસે હવે સમય ના હોવાથી અને પ્રમાણપત્ર ના મળવાને કારણે જનરલ કેટેગરી માં ફોર્મ ભરવાની ફરજ પડી હતી. આમ એક મેડીકલ જેવા ઉચ્ચ અભ્યાસ માટે તેને પ્રમાણ પત્ર ના મળતા તેની આખી કારકિર્દી બગાડનાર આ અધિકારીઓ સામે પગલા ભરવાની અને તાલીમ આપવાની જરૂરિયાત છે. પરિપત્ર મુજબ તાલુકા પંચાયતે લેખિત માં અરજી નકારવાનું કે ખૂટતા ડોક્યુમેન્ટ માંગવાનું જણાવવું જોઈએ તેની જગ્યાએ અરજદાર ને તેની અરજી પરત કરી ફરજ પ્રત્યે ની બેદરકારી છતી કરી છે. પરિપત્ર માં જોગવાઈ છે કે આવી અરજી નકારવામાં આવે તો ઉપલા અધિકારી ને ૩૦ દિવસ માં અપીલ કરી શકાય પરંતુ પ્રજા માં જાણકારી નો અભાવ છે માટે આવા કર્મચારી ઓ મનમાની કરે છે. પરંતુ ઉપરોક્ત કિસ્સા માં અરજદાર આગળ ની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છે.
અંકલેશ્વર તાલુકાનું પંચાયત ભવન કરોડોના ખર્ચે નવું બન્યું પરંતુ પ્રજા સેવાકીય અને સરકારી લાભ થી વંચિત…
Advertisement