અંક્લેશ્વર ખાતે ઈન્ડિયન એસોસીએશન ઓફ ઓક્યુપેશન હેલ્થ – IAOH દ્વારા એક કાર્યક્રમ ૭૦મા વર્ષમાં પ્રવેશ નિમિતે યોજાયો છે.
તા. ૯ જુલાઇએ IAOH દ્વારા ૭૦ વર્ષથી ઓક્યુપેશન હેલ્થ ડે ની ઉજવણી કરાય છે આ વર્ષે આ સંસ્થા દ્વારા અસંગઠીત ક્ષેત્રનાં કામદારો જેમ કે ખેતમજુરો, રોજમદારો, લારી-ગલ્લા ધારકો વગેરેની શારિરિક તપાસ અને સારવારની થીમ ઉપર આ દિવસના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ હતી. હોટલ સદાનંદ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં IAOHનાં અંક્લેશ્વર-ભરૂચ બ્રાંન્ચનાં પ્રેસિડેન્ટ ડૉ. વિલાસ પટેલ ઉપરાંત ડૉ. સમીર ચૌધરી, ડૉ. ગિરિસ પુરોહીત, ડૉ. મહેશ મિસ્ત્રી એ દહેજથી લઈ અંક્લેશ્વર સુધીની ફેક્ટ્રીઓનાં મેડીકલ ઓફિસર્સ તથા અસંગઠીત ક્ષેત્રનાં નિષ્ણાંતોને માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
Advertisement