અંક્લેશ્વરનાં સાહિત્યકાર તેમજ દક્ષિણ ગુજરાતનાં યુનિવર્સિટીનાં ગુજરાતી વિભાગનાં પૃર્વ વડા સ્વ: ડો. જગદીશ ગુર્જરનાં કાવ્યસંગ્રહ મુક્તિપર્વનાં વિમોચનનું આયોજન શનિવારે કરાયું છે.
સ્વ:ડૉ. જગદીશ ગુર્જર ઉચ્ચકક્ષાનાં સાહિત્યકાર અને કેળવણીકાર હતાં. તેમનાં જીવન દરમિયાન તેમણે રચેલી કવિતાઓનાં સંગ્રહ “ મુક્તિપૃર્વ” નું વિમોચન શનિવારે સાંજે ૪ થી ૬ કલાક દરમિયાન અંક્લેશ્વરનાં શારદા ભુવન હોલ ખાતે યોજનાર છે. સહકાર, સાંસ્ક્રુતિક અને વાહન વ્યવહારમંત્રી ઈશ્વરસિંહ પટેલનાં હસ્તે આ કાવ્ય સંગ્રહનું વિમોચન કરાશે. આ પ્રસંગે દ.ગુ.યુનિ.ના વાઇસ ચાન્સેલર ડૉ. ભાસ્કર રાવલ,પ્દમશ્રી ડૉ. પ્રવિણ દરજી ઉપસ્થિત રહેશે. કાવ્યસંગ્રહ વિશે પ્રસિધ્ધ કવિઓ અને સાહિત્યકાર ડૉ. જવાહર બક્ષી અને પ્રા. શકીલ કાદરી પોતાનાં વિચારો વિચારો વ્યક્ત કરશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સ્વ. ડૉ. જગદીશ ગુર્જરનાં પરિવાર તેમજ સહિત્યકારોએ જનતાને આમંત્રણ પાઠવ્યું છે.