લારીઓ-શાક માર્કેટમાં બેફામ પ્લાસ્ટીકનો ઉપયોગ-નિકાલ…
અંક્લેશ્વરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ્સનાં બેફામ વેચાણ-ઉપયોગ અને નિકાલ સામે પાલિકાતંત્રની કામગીરી વામણી પૂરવાર થઈ રહી છે.
અંક્લેશ્વર નગરપાલિકા એ ૧૮ મઈક્રોનથી પાતળી પ્લાસ્ટિક બેગ્સનાં પ્રતિબંધ ઉપરાંત પ્લાસ્ટિકનાં કપ સામે પણ પ્રતિબંધ જાહેર કર્યો છે. તેમ છતાં આ વસ્તુઓનું ધરખમ વેચાણ હાલ થઈ રહ્યું છે. ખાસ કરેને લારી-ગલ્લા અને શકમાર્કેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ્સનો વપરાશ નિરંકુશ પણે થઈ રહ્યોં છે પાલિકાતંત્ર આ બાબતે માહિતગાર હોવા છતાં એની સામે પગલાં લેવામાં નોષ્ફળ જઈ રહ્યું છે. મોટા ઉપાડે પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગ્સ અને ચાના કપનો ઉપયોગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહીની જાહેરાત ચીફ ઓફિસર દ્વારા કરાઈ હતી પણ ફેરીયાઓ અને દુકાનદારો પર એની કોઈ અસર હાલ જોવા મળતી નથી. આ
જાહેરાંત કરાયાં બાદ પાલિકાની સેનિટેશન ટીમે એકાદ-બે વાર ફરીને દુકાનદારોને સૂચના આપી હતી અને રઈડ કરીને અનુક્રમે દંડ પણ ફટકાર્યો હતો. પરંતુ કાયમી ધોરણે આ ચીજવસ્તુઓમાં વેચાણ-ઉપયોગ અને નિકાલ પર પ્રતિબંધનું અમલીકરણ થયું નથી. હાલ પણ અંક્લેશ્વરમાં જ્યાં જ્યાં કચરાનાં ઢગલાં છે ત્યાં ત્યાં મોટા ભાગનો કચરો પ્લાસ્ટિકની પ્રતિબંધિત બેગ્સનો જ જોવા મળે છે. પાલિકાતંત્ર પ્રતિબંધનો અમલ કરવવામાં વામણું અને નિષ્ફળ પૂરવાર થયું હોવાની લાગણી પણ લોકોમાં જોવા મળી રહી છે.