ઘણા લાંબા સમય પેહલા અંદાડા નજીક આવેલ હરિદર્શન સોસાયટીના રહીશો અંદાડા ગામ પાસે રાત્રીના સમયે ચાલવા નીકળ્યા હતા. હરિદર્શન સોસાયટી સામેના રોડ ઉપર એક ફોરવ્હીલ કારના ચાલકે ચાર ઇસમોને અડફેટમા લઇ ઈજાઓ પોહચાડી હતી જે પેકીના બે ઇસમોના મોત નિપજ્યા હતા.તેમજ અકસ્માત કરનાર કારચાલક કાર લઇ ફરાર થઇ ગયો હતો.એ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો.ઘણા લાંબા સમય સુધી આ અકસ્માતમા સંડોવાયેલ કાર ચાલક કોણ તેનો ભેદ અકબંદ રહ્યો હતો.તે દરમિયાન LCB ના પો.કો દિલીપભાઈ ચંદુભાઈને બાતમી મળી હતી એ આધારે LCB PI જે.એન.ઝાલાની સૂચના અનુસાર PSI વાય.જી.ગઢવીએ વૉચ ગોઠવતા ગુનામાં સંડોવાયેલ શકમંદ સેન્ટ્રો કાર સાથે ઝડપાયો હતો.જેનું નામ કલ્પેશ કાલિદાસ ઈશ્વર પટેલ હાલ રહેવાસી ચાણક્ય નગર સોસાયટી હોટલ નર્મદા ગેટની બાજુમાં મૂળ રહેવાસી નવા કાસીયા જણાયું હતું.જેની તાપસ કરતા તેને ગુનાની કબૂલાત કરી હતી.આમ ડબલ ફેટલ ગુનાનો ભેદ જાણી શકાયો હતો.આ કામગીરીમાં ASI બાલુ ભાઈ,ચંદ્રકાન્ત ભાઈ વગેરેએ કામગીરી બજાવી હતી.
લાંબા સમય બાદ અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ પાસે રાત્રીના સમયે ચાલવા નીકળેલા બે ઈસમોને અડફેટમા લઇ મોત નિપજાવી નાસી જનાર કાર ચાલકને ઝડપી પાડતી LCB પોલીસ.જાણો કઈ રીતે?
Advertisement