*આધાર,એ.ટી.એમ.જન્મ તારીખ અને ડેબિટ કાર્ડ ની વિગતો ના આપવી
અંકલેશ્વર
તારીખ.09.07.18
આજ રોજ પીરામણ ગામે રહેતા સલીમ ઉસ્માન ગની પટેલ ને તેમના મોબાઈલ પર સવારે 9.51 કલાકે 0916202658690 થી SBI બેંક માંથી બોલું છું અને આપનો ખાતો બંધ થયો છે તો ચાલુ કરવા માટે વિગતો માંગી હતી
જોકે સલીમ પટેલે ને શંકા હતી કે આ ખોટો છેતર પિંડી કરવા વાળા વ્યક્તિ નો ફોન કોલ છે તેથી તેમણે ખોટી વિગતો આપી ફોન ચાલુ રાખ્યું હતું સામે વાળા ખોટા ફોન કરનાર વ્યક્તિ ને આ વિગતો કોમ્પ્યુટર પર ચકાસી અને વિગતો ખોટી જણાતા તેને ફરી વિગતો માંગી હતી જો કે આ વખતે વિગતો આપવાનો ના કહેતા પોતાને બેંક અધિકારી કેહવડાવનાર વ્યક્તિ એ ના સંભળાય એવી ગંદી ગાળો બોલી હતી અને તે બેંક અધિકારી ના હતો એ પણ તેને જ સાબિત કરી આપ્યું હતું
આ બાબત જન હિત માં ફરીથી કહેવામાં આવે છે કે ક્યારે પણ અજાણી વ્યક્તિ ભલે તે પોતા ને બેંક અધિકારી બતાવતો હોય તેને પોતાના આધાર. બેંક કાર્ડ.જન્મ તારીખ આપવી નહીં. હાલ માં રોજ એવા કિસ્સા ઓ સાંભળવામાં આવે છે કે આવી વિગતો લઇ આવી વ્યક્તિઓ દ્વારા બેંક માંથી રૂપિયા ઉઠાવી લેવામાં આવે છે કે અન્ય રીતે ધોકાગીરી કરવામાં આવે છે .
આમ આવા કિસ્સાઓમાં માં પ્રજા એ જાગૃત રહેવું જરૂરી છે. ડિજિટલ યુગ માં આવા અનેક ખોટા ફોન કોલ્સ આવતા રહેશે જેની સામે સાવધાન રહેવા અપીલ કરવામાં આવે છે.