પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-7 ઓગસ્ટ 2018ના રોજ હજીરાના અદાણી પોર્ટ પરથી આદિત્ય બલ્ક કેરિયર્સ ટ્રાન્સપોર્ટના ટેન્કર નંબર-જી.જે.12.બીટી 6053 અને ટેન્કર નંબર-જી.જે.12.બીવી 6775માં સ્ટાયરિન મોનોમર કેમિકલ ભરી દહેજની ઇનોએસ કંપનીમાં લઈ જવામાં આવી રહ્યું હતું જે ટેન્કરોના ચાલકો અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ સર્વોત્તમ હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કર પાર્ક કરી અન્ય ઈસમો અશોક ઓમપ્રકાશ ઢાકળ અને સોનુ જમનાલાલ ઢાકળ સાથે મળી કેમિકલની ચોરી કરી રહ્યા હતા જેઓને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા સ્થળ પરથી 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા તે દરમિયાન ટેન્કર નંબર-જી.જે.12.બીટી 6053નો ચાલક જીતેન્દ્ર ભરતભાઈ ચૌધરી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો બનાવ અંગે એલસીબી પોલીસે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી તાલુકા પોલીસે ગુનો નોંધી સાત મહિના બાદ નાસ્તા ફરતા ટેન્કર ચાલક જીતેન્દ્ર ચૌધરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ સર્વોત્તમ હોટલ નજીક ટેન્કરોમાંથી કેમિકલની ચોરીમાં સંડોવાયેલ નાસ્તા-ફરતા આરોપીની અંકલેશ્વર તાલુકા પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે…
Advertisement