Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નજીક થી લાખ્ખોની કિંમત નો વિદેશી દારૂ તેમજ બિયર નો જથ્થો ઝડપાયો.પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી …..

Share


આજરોજ પોલીસ અધિક્ષકશ્રી સંદિપસિંગ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી અંકલેશ્વર ઝાલા સાહેબ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચાલતી પ્રોહી ડ્રાઈવ માં અંકલેશ્વર પોલીસ દ્વારા બાતમી આધારે કવોલિટી કેસ કર્યો હતો ..
જેસીબી મશીન માં ઉપયોગ થતા ઓઈલ ના ડ્રમ લઈને સેલવાસ થી અંકલેશ્વર આવતા આઈસર ટેમ્પો નં. DN 09 J 9284 નો ડ્રાઈવર આરોપી *આનંદ પુષ્પા બોરા* નો જેસીબી મશીન ના ઓઈલ ની આડમાં વિદેશી દારૂ/બિયરની 52 પેટી કિ.રુ. 2,42,400/- ની સેલવાસ થી લાવી અંદાડા ગામના *ચિરાગ દિપક પ્રજાપતિ* ને આપવા આવેલ તે સમયે બાતમી આધારે પોલીસે રેઈડ કરતા આઈસર ટેમ્પાનો ચાલક મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ, અને અંદાડા ગામનો ચિરાગ પ્રજાપતિ ભાગી ગયેલ જેઓ વિરુદ્ધ અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે….આ કામે વિદેશી દારૂ/બિયર , આઈસર ટેમ્પો,  ઓઈલ ના ડ્રમ, મોબાઈલ વિગેરે મળી કુલ કિંમત રૂ.  14,30,000/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે….

Advertisement

Share

Related posts

તવરા ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ

ProudOfGujarat

ગેબિયન વોલ અંગેનો અભિપ્રાય ને જીલ્લા કલેકટરે રદ કર્યો છતાં વિવાદ યથાવત

ProudOfGujarat

જંબુસર બી.આર.સી ભવન ખાતે આજરોજ દિવ્યાંગ બાળકોને ઠંડીથી રક્ષણ માટે ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!