પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા દબાણથી પંપધારકો વિમાસણમાં…
ગ્રાહકોએ લિટર દીઠ ૪ થી ૫ રૂ! નો વધારાનો બોજ…
અંક્લેશ્વરમાં કેટલાંક પેટ્રોલપંપ પર ગ્રાહકોના જાણ બહાર જ સાદાનાં બદલે પ્રીમીયમ પેટ્રોલ ભરીને વસુલાતાં હોવાની રાવ ઉઠી રહી છે.
અંક્લેશ્વર પંથકમાં કેટલાંક એવાં છે કે જે પણ ગ્રાહક પેટ્રોલ ભરાવવા જાય ત્યારે તેમને જાણ કર્યા વિના જ પ્રીમીયમ પેટ્રોલ ભરી દઈને લિટરદીઠ ૪થી ૫ રૂ! વધું વસુલવામાં આવી રહ્યાં છે. આની પાછણ જો કે મૂળ દેશની પેટ્રોલિયમ કંપનીઓનો સવાર્થ અને દોરી સંચાર હોય છે. પેટ્રોલપંપા ધારકને પ્રીમીયમ કક્ષાનું પેટ્રોલ વેચવાનું દબાણ ઉભું કરે છે જેને લઈને પેટ્રોલપંપ ધારકોએ પણ અમુક જથ્થો ફરજિયાત પણે લેવો પડે છે અને છેવટે એ ગ્રાહકને જેમ તેમ પ્રકારે પધરાવવો પડે છે. આ સમગ્ર ચઈનમાં જો કે છેવટે મરો તો ગ્રાહકનો જ થાય છે એક તરફ સાદુ પેટ્રોલ ભરાવવામાં પણ ગ્રાહકો કચવાતાં હોય છે કેમકે પેટ્રોલનાં ભાવ આસમાને છે ત્યારે પ્રીમીયમ કક્ષાનાં પેટ્રોલ માટે લિટર દીઠ રૂ! ૪ થી ૫ વધારાનાં ચુકવવાનું કોને ગમે ? પરંતુ પેટ્રોલિયમ કંપનીઓની જાદુ આગળ પંપધારકોએ પણ આવાં કાવાદાવા અજમાવવા પડી રહ્યાં છે.
પેટ્રોલિયમ કંપનીઓ ભલે દબાણ કરે પરંતુ પંપધારકોની ફરજ છે કે ગ્રાહકોને સાદાં અને પ્રીમીયમ પેટ્રોલની જાણકારી આપે અને ગ્રાહકની મંજુરી બાદ જ પ્રીમીયમ પેટ્રોલ આપે પરંતુ પેટ્રોલપંપ ધારકો એમની ફરજ ચૂકે છે અને એ બાબતે ગ્રાહકોમાં ભારે કચવાટ જોવા મળી છે.