Proud of Gujarat
FeaturedGujarat

વન વિભાગ દ્વારા જાંબુગોઢા અભિયારણ અને સિવરાજપુર માં કેમિકલ ખાલી કરવા માટે ના મુખ્ય સૂત્રધાર અંકલેશ્વરના ગુડડું ની ધરપકડ…

Share

અંકલેશ્વર
10.03.19

14.01.19 ના રોજસંખેડા તાલુકા હદ માં અને જાંબુગોઢા અભિયારણ હદ વિસ્તાર માં કેમિકલ ડ્રમો ભરેલ ટ્રક ને ખાલી થતી વખતે ગ્રામજનો એ પકડી પડેલ અને વન વિભાગ ને સુપ્રત કરેલ હતું જેની તપાસ વન વિભાગ દ્વારા ચાલતા વન વિભાગના RFO શ્રી રાઉલજી દ્વારા આજે આ કેમિકલ કાંડ ના મુખ્ય આરોપી એવા અને અંકલેશ્વર તાલુકા ના પીરામણ ગામની રોશન સોસાયટી (GIDC ડેપો ની સામે) માં રહેતા ગુડડું ની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

આ પેહલા વન વિભાગ દ્વારા ટ્રક ના જુના મલિક, નવા મલિક, ટ્રાન્સપોર્ટર ,દ્રાઈવર અને કેમિકલ ભરાવનાર અને ખાલી કરાવનાર એવા વડોદરા ના શાહ આલમ રહે. નવા યાર્ડ વડોદરા. અને ત્યાંના સ્થાનિક પત્રકાર કમલેશ પંચોલી અને જયેશ પટેલ ની ઘરપકડ કરવામાં આવી હતી અને તેઓ ની કબૂલાત ના આધારે આ તપાસ નો રેલો અંકલેશ્વર સુધી પોહનચ્યો હતો દ્રાઈવર ના જણાવ્યા મુજબ આ કેમિકલ અંકલેશ્વર ના યોગી એસ્ટેટ ના પ્લોટ ન. 173 માંથી ભરવામાં આવ્યું હતું. અને ભરાવનાર અંકલેશ્વર ના ગુડડું રહેવાસી રોશન સોસાયટી અંકલેશ્વર મુખ્ય સૂત્રધાર હોવાનું જણાવેલ હતું અને ત્યારથી ગુડડું ફરાર થયો હતો જેની આજે ધરપકડ કરવામાં આવી છે.

અભિયારણ ના અન્ય ફેબ્રુઆરી માં બનેલ કેશ ની તપાસ પણ ચાલુ છે જેમાં પણ આજ આરોપીઓ ની સન્ડોવણી ની શંકા વન વિભાગ ને છે. જે વધુ વિગત તપાસ માં આવશે.

અગાઉ બે વ્યક્તિ ના મરણ બાબતે નો મુખ્ય સૂત્રધાર પણ અંકલેશ્વર ના હોવાનું કહેવામાં આવે છે. આમ કેમિકલ માફિયા ઓ માટે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત પસન્દગી ની વસાહત બની છે. પ્રદુષણ ના નિકાલ માટે નવી નવી યુક્તિઓ નો પ્રયોગ થઈ રહ્યો છે.

રોજ રોજ ની બનતી આ ઘટનાઓ પર્યાવરણ માટે જોખમી છે. ટૂંકા ગાળા ના નફા અને ઓછા ખર્ચે વેસ્ટ ના નિકાલ કરવાની ગુનાહિત માનસિકતા નું આ પરિણામ છે.

સિવરાજપુર અને જાંબુગોઢા ના વન્ય અભિયારણ માં આ વેસ્ટ ને નાખવામાં આવતા વન્ય પ્રાણીઓ ના મૃત્યુ થાય છે તેથી વન વિભાગ જાંબુગોઢા ના RFO શ્રી હરિસિંહ રાઉલજી સાહેબ અને સિવરાજપુર રેન્જ ના RFO શ્રી ફિરોઝ ખત્રી સાહેબ તથા તેમની ટિમ બહુ ગંભીરતા થી ગુનેહગારો ને શોધી કાર્યવાહી કરી રહેલ છે.


Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ એક્શનમાં, 20 પોલીસ જવાનોની તાત્કાલિક અસરથી હેડ કવાટર્સમાં બદલી.

ProudOfGujarat

ભરૂચના વોર્ડ નંબર ૩ વિસ્તારમાં ગંદકી અને ઉભરાતી ગટરોને લઇ સ્થાનિકોમાં રોષ, રોગચાળો દસ્તક આપે તે પહેલા કામગીરી કરવા કરાઇ રજુઆત.

ProudOfGujarat

ભરૂચ : અસરુદ્દીન ઓવૈસી પર થયેલ હુમલા અંગે એ.આઈ.એમ.આઈ.એમ. એ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!