Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમાં રિક્ષામાં વહન થતું વિદેશી દારૂ ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ.રૂપિયા ૫૯૦૦૦ ઉપરાંતની મતા જપ્ત …

Share

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં અ.પો.કો ધનનજયસિંહ વિક્રમસિંહની બાતમીના આધારે વોચ ગોઠવતા હાંસોટ રોડ ઉપર આવેલ મોદી નગર સોસાયટીમાંથી એક રિક્ષામાં તથા આરોપી વિપુલના ઘરમાંથી ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો ઇંગલિશ દારૂ ૭૫૦ ml,કાચની બોટલ નંગ ૧૨ કિંમત રૂપિયા ૪૮૦૦ ઉપરાંત ૫૦૦ ml બીયરના ટીન નંગ ૪૮ કિંમત ૪૮૦૦ તેમજ અન્ય દારૂ અને બીયરની બોટલ નંગ ૬૦ કિંમત ૯૬૦૦ અને રીક્ષા કિંમત રૂપિયા ૨૫૦૦૦ તથા આરોપી વિપુલની અંગઝડતી માંથી મળી આવેલ રોકડા રૂપિયા ૧૯૫૦૦ મળી કુલ રૂપિયા ૫૯૧૦૦ નો મુદ્દા માલ પોલીસએ જપ્ત કરેલ છે અને આરોપી વિપુલ જગદીશ ગાંધી રહેવાસી મોદી નગર અંકલેશ્વર અને વોન્ટેડ આરોપી સોયેબ અયુબ શેખ રહેવાસી સાઈલોક રેસીડેન્સી પાછળ ઝૂંપડપટ્ટીમાં તેમજ સત્તાર યુનુસ શેખ રહેવાસી દઢાલ સામે કેસ દાખલ કરી બે આરોપીની અટક કરેલ છે.આ કામગીરીમાં PI એન.આર.ગામીત અને અન્ય સ્ટાફે જેહમત ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

નેત્રંગ ચાર રસ્તા ખાતે અન્ન અધિકાર અભિયાન અને મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ભરૂચમાં તા.27 ફેબ્રુઆરીએ પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો થશે પ્રારંભ.

ProudOfGujarat

પાલેજ ડુંગળીપાળ વિસ્તારમાં રહેતા બુટલેગરનાં ઘરે પાલેજ પોલીસે રેડ પાડીને વિદેશી દારૂ કબજે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!