મહામંત્રી પદે જિજ્ઞેશ અંદાડિયા અને ભાવેશ કાયસ્થ નિમાયાં…
બક્ષીપંચ મોરચાના જિલ્લા તરીકે પિંકેશ મોદી…
આખરે જેની ભાજપા સંગઠન રાહ જોતું હતું એવાં અંક્લેશ્વર શહેર ભાજપાના પ્રમુખ પદે નરેન્દ્ર પટેલની નિમણૂંક કરવામા આવી છે
અંક્લેશ્વર શહેર ભાજપાના પ્રમુખ મિનેશ ઝગડિયાવાલાએ નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યા બાદ હવે આ જવાબદારી કોને સોપાશેં એ અંગે અનેક અટકણો વહેતી થઈ હતી. જેના પર ગુરૂવારે પૂર્ણવિરામ મુકાયું હતું. ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલે મહામંત્રી નરેન્દ્ર પટેલને અંક્લેશ્વર શહેર ભાજપાનાં પ્રમુખ તરીકે નિમણૂંકા આપી છે જ્યારે કે મહામંત્રી તરીકે મૂળ અંક્લેશ્વરનાં પરંતુ હાલ ભરૂચ રહેતા જિજ્ઞેશ અંદાડિયા તથા અંક્લેશ્વરનાં ભાવેશ કાયસ્થની નિમણૂંક કરી છે સાથે જ ભરૂચ જિલ્લા બક્ષીપંચ મોરચાનાં પિંકેશ મોદીની નિમણૂંક કરવામાં આવી છે. ભાજપા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ નિમણૂંક પામનાર તમામને અભિનંદન પાઠવ્યાં હતાં.
નિમણૂંકો જોતાં પુન: એક વાત સ્પષ્ટ થઈ છે કે જિલ્લા ભાજપા સંગઠનમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા તેમનાં અંગત ગણાતાં પાલિકાના કારોબારી અધ્યક્ષનો હાથ પુન: ઉપર રહ્યોં છે. શહેર ભાજપા પ્રમુખ નરેન્દ્ર પટેલ સંદીપ પટેલનાં જ વોર્ડના છે અને એમનાં અંગત છે જો કે જિજ્ઞેશ અંદાડિયાની મહમંત્રી પદે નિમણૂંકથી કાર્યકર્તાઓમાં અચરજ ફેલાયું છે કેમેકે તેઓ હાલ ભરૂચ રહે છે અને તેમનો વ્યવસાય પણ અંક્લેશ્વર GPCB છે ત્યારે આ હોદ્દાને તેઓ કેટલો ન્યાય આપી શકશે એ મુદ્દે ચર્ચાનો વિષય બન્યો છે