વટારિયાની ગણેશ સુગર નુ સ્પેન્ટ વોશ જવાબદાર…
અગાઉ પણ આ મુદ્દે ક્લોઝર મળી હોવાં છતાં પુનરાવર્તન…
અંક્લેશ્વરનાં દઢાલ ગામથી વહેતી અમરાવતી ખાડીમાં માછલાનાં મૌતનું કારણ GPCB એ ગણતરીનાં કલાકોમાં શોધી કાઠી ગણેશ સુગરને જવાબદાર ઠેરવી છે
અંક્લેશ્વર તાલુકાનાં દઠાલ ગામેથી પસાર થતી અમરાવતી ખાડીમાં ગુરૂવારનાં રોજ પ્રદુષીત રંગીન પાણી ભળતાં અસંખ્ય માછલાનાં નીપજ્યા હતાં બનાવની જાણ અંક્લેશ્વર GPCB ને કરતાં GPCB ની ટીમે રંગીન પ્રદુષીત પાણીનાં નમુના લઈ ફોરેન્સિક લેબને તપાસ માટે મોકલી આપ્યાં હતાં ગણતરીનાં કલાકોમાંજ રિપોર્ટ આવી જતાં રિપોર્ટ પરથી આ પ્રદુષીત રંગીન પાણી વટારિયા સ્થિત ગણેશ સુગર ફેક્ટ્રીનુ હોવાનુ ખુલ્લુ હતું સુગર ગણેશ સુગરમાંથી છોડો તો સ્પેન્ટ વોશ અમરાવતી ખાડીમાં ભળતાં જળસ્રૃષ્ટિનો ખાતમો બોલ્યો હોવાનું ખુલતાં ગ્રામજનોમાં આક્રોષ ફેલાયો છે. નોંધનીય છે કે ગણેશ સુગર ફેક્ટ્રીને આવી કુપ્રવ્રૃતિ માટે અગાઉ પણ GPCB દ્વારા ક્લોઝર નોટિસ મળી ચુકી છે તેમ છતાં આવી ઘટનાનું પુનરાવર્તન થયું છે ત્યારે GPCB હવે ગણેશ સુગર સામે શું પગલાં લે છે એ જોવું રહ્યું !!!
ઉલ્લેખનીય છે કે દઠાલ સહિત અમરાવતી ખાડીને અડેની આવેલાં ગામનાં લોકો માટે આ ખાડી જીવાદોરી સમાન છે. ઠોઠાખરને પાણી પીવાથી લઈ અનેક રીતે ગ્રામજનો આનાં શુધ્ધ પાણીનો ઉપયોગ કરે છે ત્યારે એમાં પણ ખતરો ઉભો થયો છે આ બાબતે GPCB કડક વલણ અખત્યાર કરે એવી ગ્રામજનોની માંગ છે