પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના કસ્બાતીવાડ વિસ્તાર ની પાછળ ઘનશ્યામનગરમાં રહેતા 25 વર્ષીય યુવાન ડેનિશ ભાઈ આહિરે કોઈક કારણસર અંકલેશ્વરના પિરામણ ગામ વિસ્તાર પાસે આવેલ રેલવે ટ્રેકની ઉપર આત્મહત્યા કરી પોતાનું જીવન ગુમાવ્યું ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવ્યો હતો અને તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી પરંતુ ડેડબોડીને જ્યારે અંકલેશ્વર રેલવે સ્ટેશન થી અંકલેશ્વર નગરપાલિકાના સરકારી હોસ્પિટલ ખાતે લાવવાની હોય ત્યારે અંકલેશ્વર ફાયર બ્રિગેડ ની શબવાહિની માંગવા માટે ફાયર બ્રિગેડ પર ફોન કરવામાં આવ્યો હતો પરંતુ ફોન બંધ બતાવવામાં આવ્યો હતો છેવટે પરિવારજનોએ ભાડાનું ટેમ્પો મંગાવી અંકલેશ્વર રેલવે સ્ટેશન થી બોડીને લઈ સરકારી હોસ્પિટલ ખાતે ટેમ્પામાં લાવવામાં આવી હતી અને ત્યાં કોઈપણ ડોક્ટર હાજર ન હોવાના કારણસર pm પણ સવારે કરવાનું જણાવ્યું હતું આ ઘટના સાબિત કરી રહી છે કે હાલ અંકલેશ્વર તંત્ર હજુ પણ નિષ્ફળ જોઈ રહ્યું હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
અંકલેશ્વર ના પીરામણ ગામ પાસે આવેલ રેલવે ટ્રેક પર એક યુવાને ટ્રેન સામે આત્મહત્યા કરી પોતાનું જીવન ગુમાવ્યું…
Advertisement