Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર ગાર્ડનસિટી વિસ્તારમાં આવેલ બાલાજી એવનયુ માંથી મોટરસાયકલની થયેલ ઉઠાંતરી…

Share

અંકલેશ્વર પંથકમાં વિવિધ વિસ્તારોમાંથી મોટરસાયકલ અને અન્ય વાહનોની ઉઠાંતરી થતી હોવાના બનાવો બની રહ્યા છે.જેથી મોટરસાયકલ ધરાવનારાઓમાં ભયની લાગણી જણાઈ રહી છે.હાલ આવી મોટરસાયકલ ઉઠાંતરીનો બનાવ બાલાજી એવનયુ માંથી થયો હતો.જે અંગે મળતી માહિતી અનુસાર મુળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડન સિટી રોડ પર આવેલ ૧૯/બાલાજી એવનયુ માં રહેતા ઉગમલાલ બખ્તાવર કુમાવતે ગત ૩જી માર્ચ બાલાજી એવનયુમા પોતાની મોટરસાયકલ પાર્ક કરી હતી તે દરમિયાન કોઈ ઈસમો તેઓની બાઇકની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા.જોકે ઘર પાસે લગાડેલા સીસીટીવી કેમેરામાં બાઇકની ઉઠાંતરી કરતા ચોરો ઝડપાયા હતા.જોકે આ બનાવ અંગે જી.આઈ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા મહામારીમાં વન્યવિસ્તારનાં લોકોને આર્થિક સહયોગની માંગ કરી.

ProudOfGujarat

અક્કલકુવા વિસ્તારમાં રાજકીય ભુકંપ. ૧૦૦ જેટલા કાર્યકરો શીવસેના માં જોડાયા…

ProudOfGujarat

દહેજની વેલસ્પન કંપનીના 400 કમર્ચારીઓને ટ્રાન્સફર ઓર્ડર મળતા કામદારોમાં રોષ : કલેક્ટરને કરવામાં આવી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!