Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર પાનોલી જી આઈ ડી સી માં આવેલ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો તેમજ ઘટના માં બે કામદાર ના મોત અને ત્રણ જેટલા કામદારો ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા…

Share


:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાની પાનોલી જી આઈ ડી સી ના પ્લોટ નંબર ૫ માં આવેલ જે બી કેમીકલ નામ ની ખાનગી કંપની માં આજ રોજ સવાર ના સમયે અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…..

કંપની માં ધડાકા સાથે લાગેલ આગ ની ઘટના ના પગલે ધુમાડાના ગોટેગોટા એક સમયે દૂર દૂર સુધી નજરે પડ્યા હતા …જ્યારે ઘટના માં બે જેટલા કામદારો ના મોત તેમજ ત્રણ જેટલા કામદારો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું…કંપની માં આગ લાગવાની ઘટના ના  પગલે ૬ થી વધુ ફાયર ફાઈટરોએ સ્થળ ઉપર પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા……

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે વેશલમાં સોલ્વન્ટ ચાર્જ કરતી વખતે ધડાકા સાથે આગની આ ઘટના બની હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે….જોકે હાલ માં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી……


Share

Related posts

*નિવૃત આર્મી મેનના પુત્રની મહેનત રંગ લાવી,પાસ કરી યુ.પી.એસ.સીની પરીક્ષા *પંકજ યાદવે આસિસ્ટન્ટ કમાન્ડરના કામ સાથે કરી સખત મહેનત

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં આદિવાસીઓ અને ધારાસભ્યોએ જિલ્લા કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

પાલેજ : મેડિકલ ક્ષેત્રે સિદ્ધિ હાંસિલ કરી જિલ્લાની વિદ્યાર્થીનીઓ માટે પ્રેરણાનું માધ્યમ બનતા ડો. વસીમા બાંડિયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!