ગિજરાતનાં મુખ્યમંત્રીએ જ્યારથી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કર્યો હતો એ કોસમડી તળાવમાથીજ નીકળતી માટીના કૌભાંડની ગાજ હવે ગાધીંનગર સુધી પહોંચી છે
અંક્લેશ્વર તાલુકાનાં કોસમડી ગામે ગુજરાત સ્થાપના દિને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તળાવ પરથી જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. નિયમ મુજબ તળાવ ખોદવા કે ઊડાં કરવા દરમિયાન જે માટી નીકળે એને જરૂરીયાત મંદો કોઈ પણ નાણા ચુકવ્યા વિના લઈ જઈ શકે છે, પરંતુ સ્થાનિક કેટલાક ભૂમારિયાઓ માટી લઈ જતા ટ્રેકટર્સ ચાલકો પાસેથી ટ્રેકટર દીઠ રૂ. ૩૫૦ થી ૪૦૦ સૂધી ઉધરાવતા હોવાની રાવ ઊઠી હતી. તેમ છતા આ તત્વો ભાજપનાં જ આગેવાનો હોવાથી તેમની સામે કોઈ ચૂં કે ચા કરી શકતુ ન હતુ આથી બેનામ બનેલા આવા તત્વો એ માટીના પૈસા વસૂલવામાં હદ વટાવી દીધી ત્યારે આ અંગે સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી ઈશ્વરસિહ પટેલ ને પણ આ અંગે રજૂઆત કરાઈ હતી. સદેસ દ્વારા પણ માટી કૌભાડ ભૂમારિયાઓ ભાજપા સાથે જ સંકળયેલા મોટા ગજાના આગેવાનો હોવાથી એમની સામે પગલાં શું લેવા એ અંગે હાલ મૂઝવણ પ્રવર્તી રહી હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલનો ટેલેફોનિક સંપર્ક સોધતાં તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો . આ ભૂમારીઆઓ સામે પગલા શું લેવા એ અંગે મોવડીઓ પણ અવધવમાં છે.
હાલમાં ટ્રેક્ટર દીઠ રૂ. ૩૫૦ થી ૪૦૦ ઉઘરાવતા ભાજપાનાં ભૂમારીયાઓ માં રોજના હજારો રૂ. એ માટી માટે વસુલે છે જેને ભાજપા સરકારે વિનામુલ્યે લઈ જવાની છુટ આપી છે આમ ભાજપા સરકારનાં કાર્યોને ભાજપાનાં જ કહેવાતા માથા ત્યારે આગેવાનો કલંક લગાડી રહ્યા છે. આ ફરીયાદ હવે ગાંધીનગર સુધી પહોંચી છે ત્યારે આવા તત્વો સામે ભાજપા સરકાર કે સંગઠન કોઈ શિક્ષાત્મક પગલાં લેશે કે પછી આગેવાનો હોવાથી આંખ આડા કાન કરશે અને જોવું રહ્યુ. જનતામાં તો જો કે આવાં તત્વો સામે આક્રોશ ફેલાયો છે અને એમનાં વિરુધ કડક પગલાં લેવાય એવી માંગ પણ ઉઠી રહી છે મૂંઝવણમાં પહેલાં ભાજપા આગેવાનો એ જનતાનાં પક્ષે રહે છે કે આગેવાઅનોને છાવરે છે એ આગામી દિવસોમાં ખબર પસશે.