આજરોજ તારીખ 5-3-2019 ના રોજ ગુજરાતની તમામ 162-નગરપાલિકાના સફાઈ કામદારો પોતાના વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે હડતાલ પર બેઠા છે.ઉપરોક્ત સફાઈ કામદારો “શ્રમિક કામદાર કલ્યાણ સંઘ” ના બેનર હેઠળ પોતાની પડતર માંગણીઓ તથા તેમના કેટલાક પ્રશ્નોના ઉકેલ પડતર પડેલા છે જેનો ઉકેલ લાવવા માટે આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના 103 સફાઈ કામદારો અંકલેશ્વર સેવા સદન પાસે હડતાલમાં જોડાયા હતા.
જેમની માંગણીઓ નીચે મુજબ છે
(1) કાયમી કામદારોને પેન્શન યોજના લાગુ કરવા બાબત.
(2) સફાઈ કામદારોને વારસાગત નોકરી આપવા બાબત.
(3) રોસ્ટર પ્રથા બંધ કરવા.
(4) રોજમદાર સફાઇ કામદારોને કાયમી કરવા.
(5) કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી.
(6) અવસાન પામેલા સફાઈ કામદારની જગ્યાએ તેના વારસદારને નોકરી આપવી.
(7) પ્રધાનમંત્રી આવાસ યોજના માં સફાઈ કામદારોની સોસાયટી બનાવવા બાબત.
ઉપરોક્ત હડતાલમાં પ્રમુખ જયેશ ગુર્જર,ઉપપ્રમુખ અલ્કેશ મહિડા,જનરલ સેક્રેટરી યોગેશ સોલંકી તથા સેક્રેટરી યોગેશ.એસ.સોલંકી તથા અન્ય સફાઈ કામદારો જોડાયા હતા જે ફોટોમાં નજરે પડે છે.