સમગ્ર ભરૂચ જિલ્લા પંથકમાં અને ખાસ કરીને કામદાર આલમમાં અને મધ્યમવર્ગીય કર્મચારીઓમાં પણ અને લોકોમાં પણ નાણાકીય લેવડ-દેવડની સમસ્યા ગંભીર વળાંક લઇ રહી છે.ઘણીવાર નાણા માટે ગંભીર ગુનાઓ પણ કરવામાં આવી રહ્યા છે.
આ અંગે એક ગુનાની વિગત જોતા મદનપ્રસાદ પ્રભુનાથ વર્મા રહેવાસી આત્મીય સોસાયટી મૂળ રહેવાસી બલિયા ઉત્તરપ્રદેશની ફરિયાદ મુજબ તેઓ તેમના ભાઈ રામકુમાર અને તેની પત્ની પૂનમ સાથે રહે છે તેમજ એસ.કુમાર કંપની ઝઘડિયા ખાતે નોકરી કરે છે.જ્યારે ભાઈ કોન્ટ્રાક્ટરનું કામ કરે છે તેથી તે પંદર દિવસ રાજકોટ રહે છે.આવા સમયે આત્મીય સોસાયટીમાં કર્મચારીઓને લેવા મુકવા માટે વાહનોની અવર-જવર થતી હોય છે જે પૈકીનું એક વાહન ઉછાલી ગામના અતુલ ઉર્ફે પીન્ટુ મારૂતીવાન લઈને રોજ આવતા હોય મદનપ્રસાદ તેમને સારી રીતે ઓળખતા હોય અતુલ તેમના ઘરે આવી રામકુમાર ક્યાં છે? તેમ પૂછયું હતું.તેથી મદનપ્રસાદે એમ જણાવ્યું કે રામકુમાર નથી તેથી અતુલે ફરિયાદી મદનપ્રસાદને બે મિનિટ વાત કરવી છે એમ કહી વાનમાં બેસાડી દીધેલ.ત્યારે વાનમાં બીજા બે અજાણ્યા ઇસમો પણ હતા.વાન દ્વારા ફરિયાદીને વિવિધ વિસ્તારોમાં ફેરવી રામકુમાર જોડે વાત કરવા દાબ-દબાણ કર્યું હતું.પરંતુ ફરિયાદીનો ફોન ન હોવાથી ફરિયાદીએ પત્ની પુનમ સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે અતુલ ઉઠાવી ગયેલ છે અને રામકુમાર સાથે વાત કરવાનું કહે છે.તેથી રામકુમારની પત્નીએ વાત કરતાં સાંજના 5:45 વાગ્યાના આસપાસથી મારુતિવાનમાં ફરિયાદી અને અન્ય માણસો વિવિધ સ્થાનકોએ ફર્યા હતા અને રૂપિયા 50,000 ખાતામાં જમા કરો નહીં તો મારી નાખવા સુધીની ધમકી ઉચ્ચારી હતી.આ બાબતે અંકલેશ્વર GIDC પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા PSI ગઢવી તપાસ કરી રહ્યા છે.