ભરૂચ પંથકમાં નાણાકીય લેવડ-દેવડ અંગે નાના-મોટા ઝઘડા તેમજ મારામારી થતી હોવાના બનાવો વધી રહ્યા છે.તાજેતરમાં અંકલેશ્વર વિસ્તારમાં ઉછીના લીધેલ નાણા પરત આપવા છે એમ કહીને રાગિણી સિનેમા પાસે બોલાવી એક વ્યક્તિ પર હુમલો થયો હોવાનો બનાવ બન્યો હતો.આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.જેમાં ફરિયાદી અજય રવિન્દ્ર સિંઘ કે જે સાગર રેસીડનસી કાપોદરા પાટિયા અંકલેશ્વર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે અને સિદ્ધિ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુપરવાઇઝર તરીકે કામ કરે છે.તેવામાં તારીખ 3-3-2019ના રાત્રીના 10:30 વાગે તેઓ રાગિણી સિનેમા પાસે હતા ત્યારે તેમની પર શિવમ ફોટો સ્ટુડિયો વાળા અતુલભાઈનો ફોન આવ્યો હતો કે ઉછીના લીધેલા રૂપિયા 5,000 પરત આપવાના છે તેથી રાગીણી સિનેમા પાસે આવેલ શિવમંદિર નજીક આવી જાવ.તેથી ફરિયાદી અજય રવિન્દ્ર શિવમંદિર નજીક પહોંચ્યા હતા તે વખતે કમ્લેશગિરી રવિન્દ્રગિરી પણ હતા અને તે વખતે અતુલભાઈએ એકદમ ગુસ્સે થઈ ગાળો બોલવા લાગ્યા હતા અને જાણવું હતું કે કેમ ગમે તેમ બોલતો હતો તું દાદો થઇ ગયો છે તારાથી જે થાય એ કરી લેજે અને તેમ કહી વધારે ઉશ્કેરાઈ જઈ પેન્ટના પાછળના ખિસ્સામાંથી મોટી છરી કાઢી હુમલો કરવા ગયેલ તેથી લોકો ત્યાં આવી જતા અતુલ ત્યાંથી ભાગી ગયો હતો.ફરિયાદીને લોકોએ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સારવાર અપાવી હતી.આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની તપાસનો આરંભ કરેલ છે.
અંકલેશ્વર રાગિણી સિનેમા નજીક ઉછીના નાણાં પરત આપવા બોલાવી હુમલો થયો હોવાનો બનાવ બનતા સનસનાટી સર્જાય…
Advertisement