અંક્લેશ્વર તાલુકાનાં ગડખોલ ગામે પ્રાથમિક શાળા ખાતે બાળકોને લોકશાહી અને ચુંટણી પ્રક્રિયા અંગે માહિતી મળે એ હેતુથી બાળસંસદની ચુંટણી યોજવામાં આવી હતી.
ગડખોલ પ્રાથમિક શાળા ખાતે ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ જેમ કે બંધારણની જોગવાઈ મુજબ જ ઉમેદવારી નોંધાવવી,પ્રચાર, ચૂંટણી ઢંઢેરો, મતદાનમથક, મતકુટીર,મતદાન અધિકારી ટીમ, મતદાન પુર્ણ મતગણતરી પ્રક્રિયા, વિજયોત્સવ વગેરે યોજાઈ હઅવતી. જેમાં પ્રથમ વિજેતા તરીકે માધવી મિસ્ત્રી અને દ્રિતિય વિજેતા તરીકે સંજય ભરવાડ રહ્યાં હતા. આ શાળા-પ્રતિનિધિયો હવે શાળા પંચાયતની રચના કરશે. આ જ પ્રસંગે શાળાનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૫:૩૦ નો કરાયો હતો. પ્રાથનાસભા દરમિયાન આર્ટઓફ લિવિંગ પરિવાર, ગડખોલનાં દિપાલીબેન કુલકર્ણી તથા ટીમે તમામ બાળકોને શિક્ષણ અને આરોગ્યનો સમન્વય કરતી કીટ પણ વિતરણ કરી હતી.
Advertisement