અંક્લેશ્વર શહેર –તાલુકા વિસ્તારમાં સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના દીધાર્યુ માટે વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી.
અંક્લેશ્વર શહેરમાં વિવિધ વટવ્રૃક્ષો પર મહિલાઓએ પૂજા કરીને એક દિવસનાં નકોરડા ઉપવાસ રાખ્યા હતા. વહેલી સવારે ધૂપ,દીપ,નૈવેધ,પાન-સોપારી સહિતની સામગ્રી સાથે મહિલાઓએ વટવ્રૃક્ષ અને પતિની પૂજા કરીને વ્રતની શરૂઆત કરી હતી. ખાસ કરીને અંક્લેશ્વર પંચાટી બજારનાં પૌરાણિક વટવ્રૃક્ષ ઉપરાંત અન્ય મંદિરો અને જાહેર સ્થળો પર પણ મહિલાઓએ વડની પૂજા કરી હતી. પતિનાં દીધાર્યુ માટેનાં આ વ્રત દરમિયાન સૌભાગ્યવતી મહિલાઓએ આખો દિવસ નકોરડો ઉપવાસ કર્યોં હતો અને સત્યવાન-સાવિત્રીની કથાને તાદશ કરી હતી.
Advertisement