આમલખાડીમાં પ્રદુષિત પાણી ન ભળતાં હોવાની વાતો પોકળ…
GPCB, નોટિફાઈડ અને GIDC તંત્ર સામે જન આક્રોસ…
અંક્લેશ્વરમાં ચોમાસુ બેસે એની સાથે જ સૌથી મોટી ચિંતા પ્રદુષિત પાણી સાથેની વરસાદી પાણી સાથેની ભેળસેળની હોય છે. સોમવારનાં પહેલો વરસાદે જ આ ચિંતા સાચી પડી હતી.
અંક્લેશ્વરમાં સોમવારે સવારથી શરૂ થયેલાં મુશળધાર વરસાદનાં પગલે એક સમયે પ્રદુષિત પાણીનુ વહન કરતી આમલાખાડી છલકાઈ ગઈ હતી. એની સાથે જ અંક્લેશ્વર GIDC નું પ્રદુષિત રંગીન પાણી પણ આમલાખાડીમાં ભળી ગયેલું સ્પષ્ટ નજરે પડી રહ્યું હતું. આમલાખાડી સાથે ભળેલું પ્રદુષિત પાણી પિરામણ ગામથી લઈને કડકીયા કોલેજ સુધી ફેલાઈ જતાં રહીશોમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળ્યાં હતાં. જમીન ઉપરાંત ખેતી તથા ભુગર્ભજળનાં સ્ત્રોતને પણ હાનિકર્તા એવાં પ્રદુષિત પાણી કેવી રીતે ભળ્યાં અને કોઇ ઉધ્યોગે ચોમાસાનો લાભ લઈ છોડ્યાં કે કેમ એ ચર્ચાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે નોટિફાઈડ એરિયાએ આમલખાડીમાં પ્રિ-મોનસૂન કામગીરીની જવાબદારી GIDC વિભાગની હોવાનું જણાવી હાથ અધ્ધર કરી દેતાં આ વર્ષે પણ પ્રિ-મોંસૂન કામગીરી થઈ નથી. બીજી તરફ GPCB દ્વારા ભૂતિયાં કનેક્શનોની શોધ કરવા માટે જ આડેધડ ખોદકામ કરાયાં એનું પુરાણ પણ યોગ્ય રીતે કરાયું ન હોવાથી પ્રદુષિત પાણી વરસાદી પાણી ભળવાથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ કેટલાંક બેજવાબદાર ઉધ્યોગોએ ધોધમાર વરસાદનાં કારણે ભરાયેલાં પાણીનો ગેરલાભ ઉઠાવતાં પોતાનાં હોય એવી સંભાવના પણ જોવાઈ રહી છે. આ સમગ્ર ઘટનાનાં પગલે જો કે અંક્લેશ્વરનાં પ્રજાનાં આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. વરસાદનાં કારણે આમલખાડીમાં ભળેલાં પ્રદુષિત પાણી ઉમરવાડા રોડ સુધી પહોંચ્યાં છે. બીજી તરફ છલકાયેલાં નીર કેટલીકવાર લોકોનાં ઘર સુધી પહોંચી જાય છે જે ને લીધે તકલીફ ઊભી થાય છે ત્યારે GPCB, GIDC અને નોટિફાઈડ એરિયા ઓફિસ એક બીજાને ખો આપવાનું બંધ કરી આમલખાડીની બાબતે નક્કર કામગીરી કરે એવી વ્યાપક લોકમાંગ નગરજનો માં ઉઠવા પામી છે.