ચોમાસા પછી શિયાળા ની ઋતુ પણ પુરી થઈ છે તેમ છતાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ના વિવિધ વિસ્તારો ની વરસાદી ગટરો માં એફલુએન્ટ વહેતુ નજરે દેખાય છે.
અહીંયા ફરિયાદ કર્યા પછી કાર્યવાહી થાય છે તો નોટિફાઇડ ની મેન્ટેનાન્સ ની ટિમ, જીપીસીબી ની મોનિટરિંગ ની ટિમ કે ગેમી ની મોનીટરીંગ ટિમ ને ધ્યાને આ આવતું નથી કે આ બધું જોયા પછી પણ આંખ આડા કાન કરવામાં આવે છે.
Advertisement
કહેવામાં આવે છે કે હવે ભૂતયા કનેશનો રહ્યા નથી. જો આવું હોય તો બહુ સારી વાત છે આવકરવા દાયક બાબત છે. પણ વરસાદી ગટરો માં આ કલરયુક્ત અને દુર્ગન્ધ મારતું એફલુએન્ટ ક્યારે બન્ધ થશે? શુ આ બાબતે કોઈ ફરિયાદ થાય ત્યારેજ કાર્યવાહી કરાશે?