ભરૂચ
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના નોકરિયાતો એ અંકલેશ્વર અવર જ્વર કરવા ઇકો કાર ભાડે કરી હતી આવી ઇકો કારને ટ્રેકટર સાથે અકસ્માત થતા ૨ ઇસમોના સ્થળ પર મોત નિપજ્યા હતા જયારે ૭ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી
આબનાવની વિગતો જોતા વાલિયા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે ૭ વાગ્યાના અરસામાં આબનાવ અંકલેશ્વર થી વાલિયા ના ધોરીમાર્ગ પર નલધારી પાસે બંધ કમ્પની પાસે બન્યો હતો જેમાં વાલિયાથી અંકલેશ્વર આવતી ઇકો કાર ટ્રક ને ઓવરટેક કરવા જતા સામે થી આવતા ટ્રેકટર સાથે કાર ભટકાઈ હતી જેથી કારમાં સવાર ૧ નિલેશ રવિચદ વસાવા (ઉ .વ ૨૨) ૨ નિલેશ ઉર્ફે કિલિયો નરસિંહ વસાવા (ઉ વ ૨૪) બને રહે ભંગોરીયા તા નેત્રંગ નું સ્થળ પર મોત નીપજ્યું હતું જયારે કારમાં સવાર ૭ વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે આ બનાવની તપાસ વાલિયા પોલીસ ના પી એસ આઈ ગામીત તપાસ કરી રહ્યા છે.
અંકલેશ્વર થી વાલિયા ધોરીમાર્ગ પર ટ્રેકટર અને ઇકો કાર વચ્ચે અકસ્માત … ૨ ઇસમોના મોત અને ૭ વ્યક્તિઓને ઇજા …..
Advertisement