અંક્લેશ્વરમાં મૌસમ પહેલાં જ ધુંઆધાર વરસાદે પાલિકાતંત્ર ની પોકળ કામગીરીની પોલ ખોલી નાખી હતી અનેક વિસ્તારો પાણીનાં ભરાવાથી જળબંબાકાર બન્યાં હતાં ખાસ કરીને સુરતી ભાગોળ વિસ્તારમાં પાલિકાતંત્ર દ્વારા ડ્રેનેજ લાઈન ઠાંકી દેવામાં આવી હોવાથી પાણીનો નિકાલ ન થતાં ભરાયેલાં પાણી આસપાસ ની ઝુંપસપટ્ટી નાં લોકોનાં ઘરોમાં ભરાઈ જતાં ભારે હાલાકીનો સામનો રહીશોએ કરવો પડ્યો હતોં લોકોમાં પાલિકાતંત્ર સામે ભારે આક્રોસ જોવા મળ્યો હતો. સુરતી ભાગોળ ઉપરાંત કસ્બાની વાડ, પંચાટી બજાર, હસ્તી તળાવ, નવી નગરી જેવાં વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાથી અનેક તકલીફો લોકોને વેઠવી પડી હતી,
Advertisement