Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વર પાલિકાનાં નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખે કાર્યભાર સંભાળ્યો…

Share

અંક્લેશ્વર નગરપાલિકા નાં નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખ શાસ્ત્રોક્ત વિધિ સાથે ગુરૂવારે કાર્યભાર સંભાળ્યો હતો.

અંક્લેશ્વર પાલિકાની અઢી વર્ષની મુદત પુર્ણ થતાં નવનિયુક્ત પ્રમુખ દક્ષાબેન શાહ તથા ઉપપ્રમુખ નીલેશ પટેલે શાસ્ત્રોક્ત વિધિ સાથે કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે રાજ્ય ના મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત પાલિકાંના ચૂંટાયેલા સભ્યો અને ભાજપા સંગઢનનાં હોદ્દેદારો વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં અને પ્રમુખ-ઉપપ્રમુખ ને શુભેચ્છા તથા અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે પ્રમુખ દક્ષાબેન શાહે જણાવ્યું હતુ. કે અંક્લેશ્વરને વિકાસની સાથે સાથે સ્વચ્છ અને સુંદર બનાવવા તરફ પણ પૂરતું ધ્યાન આપવું એ એમની પ્રાથમિક્તા રહેશે. આ જવાબદારી સોંપવા બદલ તેમણે મોવડીઓને આભાર માન્યો હતો.

Advertisement

નવનિયુક્ત ઉપપ્રમુખ નીલેશ પટેલે પણ કાર્યભાર સંભાળ્યા બાદ આ જવાબદારી માટે પોતાને યોગ્ય ગણવા બદલ મોવડીમંડણનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમારા પુરોગામી પ્રમુખ અને ઉપપ્રમુખ જે વિકાસનાં કામો કર્યાં છે અને મંજુર કર્યાં છે એ ઝડપથી પૂરાં કરવા તરફ ધ્યાન આપીશું અને પાલિકાનાં તમામ સાથી સભ્યોને સાથે રખીને, વિશ્વાસમાં લઈને આગળ વધીશું.

આ પ્રસંગે વિશેષ રૂપે ઉપસ્થિત ઈશ્વરસિંહ પટેલે પણ પ્રમુખ-ઉપપ્રમુખ ને અભિનંદન તેમ જ શુભેચ્છા પાઠવ્યાં હતા અને જનતાનાં કામો અને સમસ્યાઓ તરફ ગંભીરતાથી ધ્યાન આપવા સૂચન કર્યું હતું.


Share

Related posts

ગોધરાના જાણીતા “નેહરૂબાગ”નું નામ” અટલ ઉધાન “કરવાના નિર્ણયને લઈને જાગૃત નાગરિકોમાં કચવાટ ?

ProudOfGujarat

ભરૂચ : લોકલ ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ ભરેલ બે ટ્રક ઝડપી પાડી, લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહમંત્રી તરીકે ભરૂચના સમશાદ અલી સૈયદની નિમણૂંક કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!