સમારકામ માં સલામતી બાબતે ગંભીર બેદરકારી
તારીખ 18.08.18
અંકલેશ્વર
આજ રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ના ઉદ્યોગો ના ગંદા પાણી (એફલૂએન્ટ) ને FETP એટલેકે નર્મદા ક્લીન ટેક દ્વારા શુદ્ધ કરી દરિયા સુધી પોહચડવા માટે નાખવામાં આવેલ પાઇપ માં માટીએડ ગામ નજીક લીકેજ થયું હતું અને એક દિવસ માટે લાઇન ને બંધ કરી જેનું સમારકામ થયું હતું. સમારકામ પછી ચાલુ કરતા પહેલા એર કાઢવા માટે વાલ્વ ખોલવા માં આવ્યું હતું . પરંતુ ચાલુ થયા પછી તેને બંધ કરવા માટે કામદારો મુશ્કેલી અનુભવી રહ્યા હતા કેમકે કામ મેન્યુઅલી કરી રહ્યા હતા કામદારોની સેફટી માટે ગંભીર બેદરકારી થી કામગીરી થઈ રહી હતી.ગંદા એફલૂએન્ટ માં સેફટી ના સાધનો વગર અને શરીર પર કપડાં વગર એફલૂએન્ટ માં ડૂબકી લગાવી વાલ્વ બન્ધ કરવા માટે મથામણ કરી રહ્યા હતા તેવી ચર્ચા હતી. આ સવસ્થાય માટે ઘણું હાનિકારક બાબત છે.એફલૂએન્ટ સિમેન્ટ ટેન્ક થી ભરાઈ ને બહાર ખુલ્લા માં જતું નજરે જણાયું હતું. જે પર્યાવરણ ને માટે પણ હાનિકારક હતું.
આ બાબતે સ્થળે પોહચેલા પ્રકૃતિ શુરક્ષા મંડળ ના સલીમ પટેલે નર્મદા ક્લીન ટેક ના CEO માંથી બઢતી પામી MD બનેલ શ્રી આલોક કુમાર ને આ બાબત ની માહિતી આપી હતી .જેના જવાબ માં તેઓએ પાણી ખેંચી લેવા ટેન્કર મોકલું છૂ એમ જણાવ્યું હતું. સેફટી સલામતી બાબતે કઈ કહી શકવા અસમર્થ હતા. તેમજ
આ સ્થળે કોઈ જવાબદાર અધિકારી પણ હાજર ના હતા.
અહીંયા પ્રશ્ન એ થાય કે અતિ આધુનિક ગણાતા (કહેવાતા ) આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માં કામ કરતા કારીગરો નિમ્ન સ્તરે ની કામગીરી કે જેમાં સ્વાસ્થ્ય ની સલામતી ની આટલી બધી બેદરકારી તો પંચાયત ના સફાઈ કર્મચારી પણ ના રાખતા હોય.
લાખો રૂપિયા મહિનાના કોન્ટ્રાકટરો ને ચૂકવાય છે. તો તેની શરતો મુજબ કામગીરી થાય છે કે નહીં એ જોવા વાળું પણ કોઇ ત્યાં હાજર ન હતાં આમેય NCT માં અપાતા કોન્ટ્રકટો પારદર્શક નથી એવી અનેક ફરિયાદો આવે છે. જે ને આજની આ કાર્યવાહી પુરાવો ને સમર્થન પણ આપે છે.જ્યાં કામદારો નું શોષણ થાય છે
પ્રશ્ન એ ઉભો થાય કે છે કે કોન્ટ્રકરો અને અધિકારીઓ વચ્ચે કોઈ સાંઠગાંઠ તો નથી ને? મુખ્ય માર્ગ પર ચાલતી કામગીરી માં આટલી બધી બેદરકારી દેખાતી હોય તો NCT ના પ્લાન્ટ માં કે જ્યાં બહાર ના માણસો આવી શકતા નથી ત્યાં કેવી કામગીરી થતી હશે ? તેવી શંકા કુશંકા ઉપજાવે છે