નિયમિત વીજ સપ્લાય આપવામાં DGVCL નિષ્ફળ
અલગ અલગ વિભાગો બનાવ્યા જેથી જવાબદારી એક બીજા પર નાખવામાં આવે છે
તારીખ 18.06.18
અંકલેશ્વર
અંકલેશ્વર શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં વીજ પુરવઠો વારંવાર ખોરવાય છૅ. ઉનાળા ના કપળા દિવસો માં પણ ઘણી હાલાકી ભોગવી છે. અલગ અલગ વિભાગો બન્યા છે અને તેમના માં શંકલન નો અભાવ હોવાથી ગ્રામ્ય વિસ્તાર થી ગ્રામ્ય કચેરી માં ફોન કરે તો કહેવામાં આવે કે સીટી વિસ્તારમાં માં ફોલ્ટ છે.ક્યારે રીપેર થશે તે પણ કહી શકતા નથી.નાનું મેન્ટેન્સ હોય તો પણ એક બીજા પર દોષારોપણ કરી રીપેર કરતા નથી. 10 મીટર દૂર હોય તો ભી વિસ્તાર બદલાય એટલે કે અમારા થી નહીં થાય એવું કહેવામાં આવે છે.
GIDC બસ ડેપો ની સામે આવેલ રોશન સોસાઈટી માં પણ વારંવાર ની લાઈટ જવાની ફરિયાદો નું કોઈ નિકાલ આવતું નથી.
અધિકારીઓ જવાબ આપે છે કે લોડ વધી ગયું છે. તો આ વધેલ લોડ નું નિરાકરણ કોણ લાવશે? ગ્રાહકો? વીજ વપરાશ વેરાઓ માં વધારો થયા કરે છે જેની સામે સેવા માં પણ સુધારો થવા જોઈએ તેનાથી વિપરીત સેવા માં ઘટાડો થાય છે.
ગ્રામ્ય વિસ્તારો માં ખેતીવિષયક વીજ પુરવઠા માટે વપરાતા ટ્રાન્સફોર્મરો વારંવાર ચોરાય છે.જેના લીધે ખેડૂતો ની હાલત કફોડી બની છે અને આ કારણે ઘણા ખેડૂતોએ ખેતી ના પાક બદલી નાખ્યા છે.
કહેવાય છે કે હલકી ગુણવત્તા નો વિજ સમાન વપરાય છે,
હલકી ગુણવત્તા નો સામાન વાપરવામાં આવવા ના કારણે પણ વીજ પુરવઠો વારંવાર ખોરવાય છે. વીજ ટ્રાન્સફોર્મરો ના પ્રોટેકશન માટે બનાવવા માં આવેલ ફેનસિંગ માં પણ હલકી ગુણવત્તા નો સામાન વપરાયો હોવાથી એકજ વર્ષ માં નકામી બની ગઈ છે. આમાં કોઈ ભ્રષ્ટાચાર છે કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ
નિગમોની રચના થયા પછી પરિસ્થિતિ સુધારવાના આશ્વસનો આપવામાં આવ્યા હતા જે જુઠાણું સાબિત થયા છે કારણ કે નિગમો બન્યા પછી પરિસ્થિતિ વધારે બગડી છે. સ્ટાફ ઓછો હોવાનું કહેવામાં આવે છૅ. જો તે સાચું હોય તો ભરતી કરવાની જવાબદારી DGVCL ની છે. સ્ટાફ ના અભાવે ફરિયાદો નું ઉકેલ પણ વહેલું આવતું નથી.