સવારમાં જ વરસાદી ઝાપટાથી ઈદગાહમાં નમાજ ન પઠાઈ.
વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ અમન-ચેનની બંદગી અદા કરી..
અંક્લેશ્વરમાં મૌસમનાં વિધિસરનાં પ્રથમ વરસાદ સાથે મુસ્લિમ બિરાદરોએ રમજાન ઈદની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી.
રમજાન ઈદની વરેલી સવારે જ વરસાદની જોરદાર ઝડી વરસી હતી અંક્લેશ્વરમાં વિધિસર નો પ્રથમ વરસાદ ઈદની સવારે આવતા વાતાવરણમાં અનેરી શીતળતા પ્રસરી ગઈ હતી સામાન્ય રીતે ઈદની સામૂહિક નમાઝ કસ્બાની વાડ સ્થિત ઈદગાહમાં સવારે થતી હોય છે. જો કે વરસાદનાં લીધે ઈદગાહની સવારની નમાઝ મોકુફ રખાઈ હતી મુસ્લિમ બિરાદરોએ પોતપોતાનાં વિસ્તારની મસ્જિદમાં સવારે નમાઝ અદા કરી હતી. મુસ્લિમ ભાઈઓ એ દેશની પ્રગતિ અને ચૈન-ઓ-અમન માટે દુઆ ગુજારી હતી. નમાઝ બાદ સૌએ ગળે મળીને ઈદની પરસ્પર મુબારક બાદી પાઠવી હતી.
અંક્લેશ્વર શહેર તેમજ તાલુકા વિસ્તારમાં હિંદુ- મુસ્લિમ બિરાદરોએ કૌમી એખલાસ ભર્યાં શાંતિપ્રૂર્ણ માહૌલમાં ઉત્સાહાભેર ઈદની ઉજવણીમાં ભાગા લીધો હતો અને મુબારક પર્વની મુબારકા બાદી પાઠવી હતી. અંક્લેશ્વરમાં સમગ્ર દિવસ અને મોડી રાત્રી સુધી ખાણીપીણીની લારીઓ પર અને જવાહરબાગ સહિતનાં ફરવાલાયક સ્થળો પર ઈદની ઉજવણીની રૌનક છવાયેલી રહી હતી. શનિ-રવિની રજાઓ હોવાથી બે દિવસ સુધી આ જસ્નનો માહૌલ કાયમ રહશે.