અંક્લેશ્વર ITI ખાતે ITI અને અંક્લેશ્વર નગરપાલિકાનાં સંયુક્ત ઉપક્રમે શુક્રવારે ભરતી મેળાનું આયોજન કરાયું હતું.
મુખ્યમંત્રી એપ્રેન્ટીસ ભરતી મેળા અંતર્ગત ITI સંકુલ ખાતે યોજાયેલ ભરતી મેળામાં નગરપાલિકાની ૨૫ જગ્યાઓ માટે પણ ઈન્ટરવ્યું યોજાયાં હતાં. આ ઉપરાંત અંક્લેશ્વર GIDC ના યસ સાયન્ટીફિક, સરમાઉન્ટ લેબોરેટરીઝ સુયોગ ડાયકેમ, અંક્લેશ્વર ક્લીનર પ્રોસેસ ટેકનોલોજી લિમિટેડ, અંક્લેશ્વર રબર વર્ક્સ જેવી કંપનીઓને પણ ભરતી મેળામાં લાભાર્થી ઓનાં ઈન્ટરવ્યું લીધાં હતાં આ પ્રસંગે પાલિકાના નવા વરાયેલા પ્રમુખ દક્ષાબેન શાહ,કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, ITI નાં પ્રિન્સીપાલ અને ડિસ્ટ્રીક હેડ બી.ડી.રાવલ સહિત ઈન્સ્ફાકટર્સ અને કંપની ઓનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ આ ભરતી મેળાનો લાભ લીધો હતો.
Advertisement