જનરલ કેટેગરીની 8, તેમજ રિઝર્વ- કોર્પોરેટ કેટેગરીની 1-1 બેઠક ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તા.4 જુન
અંક્લેશ્વર ઉધ્યોગમંડળી ચૂટણી આગામી તા 29 જુન 2018 ના રોજ યોજાનાર છે જેમા જનરલ કેટેગરીની 8 બેઠકો માટે અને રિઝર્વ તથા કોર્પોરેટ કેટેગરીની 1-1 બેઠકનો સમાવેશ થાય છે
30 સભ્યો ધરાવતા અંક્લેશ્વર ઉધ્યોગમંડળમાં પ્રતિ વર્ષ અમુક સભ્યોની મુદત પૂરી થય છે અને એની ચુટણી યોજાય છે આ પ્રક્રિયા અંતર્ગત આ વર્ષ ઉધ્યોગમંડળી ના જનરલ કેટેગરી ના 8 સભ્યો રિઝર્વ કેટેગરી ના 1 અને કોર્પોરેટ ના 1સભ્યની મુદત પૂર્ણ થતા આ બેઠકો માટે ચૂટણી જાહેરનામુ બહાર પડી ગયુ છે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તા 4 જુન છે જ્યારે ઉમેદવારોની સ્ક્રુટીની પ્રક્રીયા તા 8 જુનના રોજ યોજાશે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતીમ તા 29 જુન ના રોજ યોજાશે
અંક્લેશ્વર ઉધ્યોગમંડળ એક સમયે અત્યંત સક્ષમ અને સબળ હતુ અને ગાંધીનગરમાં પણ એનુ વજન પડતુ હતુ જો કે હાલ નેતાગીરીમા ઉધ્યોગમંડળ થોડુ કાચું પડતુ હોય એમ લાગે છે ત્યારે આગામી દિવસોમા પ્રદુષણથી લઈ હાઈકોર્ટ સુધી ઉધ્યોગમંડળ સતત સાથે છે ત્યારે એ દિશામા પણ એક થઈને ઉધ્યોગકારો સંગઠીત થાય એવી લાગણી ઉધ્યોગજગતમા જોવા મળી રહી છે