Proud of Gujarat
FeaturedGujaratINDIA

અહમદભાઈ પટેલ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી આપી.

Share

રાજ્યાસભાના સાંસદ અહમદભાઈ પટેલે ઈદના પર્વ નિમિતે મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવી.

અહમદભાઈ પટેલ ઈદની મુબારકબાદી નાં સંદેશમાં નેકી અને અમનનો પૈગામ ઉજાગર કરવાની હાકલ કરી છે તેમણે પોતાના શુભેચ્છક સંદેશમાં જણાવ્યું છે કે, ઈદનું પર્વ આપસી મતભેદો દૂર કરીને પ્રેમભાવ, ભાઈચારા અને અમનનો આવિષ્કાર કરવાનું પાક પર્વ છે. તેમણે તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવતા અમન, સલામતી,ખૈરો બરકતવાળી જીંદગી માટે દુઆ ગુજારી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે,પોતાનામાં રહેલી બુરાઈઓની કુરબાની આપવી એ જ સાચી ઈદ છે તેમણે આ પાક પર્વ એ સર્વ સમાજને પરસ્પર હળી-મળી ને એકબીજાનાં સુખ દુ:ખ માં સાથ-સહકાર આપી સમાજપયોગી કાર્ય કરવા અપીલ કરી છે.

Advertisement

અહમદભાઈ પટેલે તમામ સમાજમાં લોકોને ઈદની મુબારકબાદી પાઠવવા સાથે દેશમાં અમન-પ્રેમ જળવાઈ રહે તેમજ તમામ વર્ગના લોકો સુખ-શાંતિ-સમૃધ્ધિ પ્રાપ્ત કરે એવી પણ શુભેચ્છા પાઠવી દુઆ ગુજારી હતી.


Share

Related posts

ઝઘડિયાના ઉમલ્લા ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું.

ProudOfGujarat

સ્વામી વિવેકાનંદ લેખિત ક્વીઝ સ્પર્ધામાં ખેડા જિલ્લાની દીકરી સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી

ProudOfGujarat

કેન્દ્રીય રાજ્યકક્ષા મંત્રી  દેવુસિંહ ચૌહાણના હસ્તે વાત્રક અને સાબરમતી પુલનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!