વસ્ત્રોથી લઈ ખાણી-પીણીની ચીજવસ્તુઓની ખરીદીમાં તેજી…
મુસ્લિમ બિરાદરોનાં પાક રમજાન માસની પુર્ણતાની સાથે જ અંક્લેશ્વરનાં બજારોમાં ઈદની રોનક જોવા મળી રહી છે અને ખરીદીમાં તેજી આવી ગઈ છે.
રમજાન માસ પુર્ણ થતાં પુર્વે જ મુસ્લિમ બિરાદરોમાં ઈદની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યોં હતો ઘણા દિવસો પહેલાંથી જ મુસ્લિમ બિરાદરોએ ઈદના જ્શન માટે ખરીદીની શરૂઆત કરી દીધી હતી રમજાન માસનાં અંતિમ દિવસે અંક્લેશ્વરનાં બજારોની રોનક નીખરી ઉઠી હતી. અંક્લેશ્વરની મસ્જિદોમા તેમ જ મુસ્લિમ બિરાદરોએ પોતાનાં ધરને રોશની થી શણગાર્યાં હતા. સવારથી મોડી રાત્રી સુધી અંક્લેશ્વરમાં મુસ્લિમ બિરાદરો તેમ જ બાનુઓ અને યુવાનો કપડાં, પગરખાંની ખરીદી માટે અનેક દુકાનોમાં ભીડ જમાવીને બેઠાં હતાં
રમજાન માસની વિશેષ ઓળખ એવી સેવૈયાં તમામ મુસ્લિમ ઘરોમાં ઈદનાં દિવસની ખાસ વાનગી હોય છેઅ. આથી ઠેર ઠેર સેવના ઠેલઓ પણ ઊભા થઈ ગયા હતાં.સેવૈયાં માટેની ખરીદીમાં પણ તેજી જોવ મળી હતી. તો સતત એક મહિનાથી રમજાન માસમાં ધમધમતી ખાણી પીણીની લારીઓ બંધ રહેતાં રોનક જોવા મળી ન હતી પરંતુ અન્ય લારીઓ પર મોડી રાત્રિ સુધી લોકો મિજબાની માણવા ઉમટી પડ્યાં હતા. શનિવારે ઈદની ઉજવણી માટે હિંદુ-મુસ્લિમ બિરાદરોમાં અને થનગનાટ જોવા મળ્યો હતો.