અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજ પાસે ટ્રક ચાલકે આગળ ચાલતા છકડા રિક્ષાને અડફેટે લેતા ચાલકનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નિપજયુ હતું
વાપી ખાતે રહેતો મન્સુરભાઈ વાલજી સુતાર ગત રોજ છકડા રીક્ષા નંબર જી.જે.15.t .5441 લઈ રાતે વાપી થી અંકલેશ્વર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજ પાસે ટ્રક નંબર-HR.55.T 2848ના ચાલકે ટ્રકની આગળ ચાલતા છકડા રીક્ષાને ટક્કર મારત રીક્ષા માર્ગ પર પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો સદર અક્સમાતમાં રીક્ષા ચાલકનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજ્યું હતું બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે અકસ્માત અંગેનો ગુનો નોંધાવા પામ્યો છે
Advertisement