Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી ના પ્રદુષણ બાબતે હાઇકોર્ટ માં આજે પણ કોર્ટે સખ્ત ટિપ્પણી કરી અત્યાર સુધી થયેલ કાર્યવાહી પ્રત્યે નારાજગી દર્શાવી.*

Share

 
અંકલેશ્વર
તારીખ. 14.06.18
આજરોજ ગુજરાત હાઇકોર્ટમાં અંકલેશ્વર જીઆઇડીસીના પોલ્યુશન બાબતે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલી જનહિત યાચિકા ના અનુસંધાને તેમજ અન્ય પિટિશનની સુનાવણી હાથ ધરી હતી આજે કોર્ટે તેમના અગાઉ ના હુકમો ના અનુસંધાને થયેલ કાર્યવાહી ની જાણકારી મેળવી હતી. કોર્ટે અત્યાર સુધી થયેલ કામગીરી તેમજ તે દરમ્યાન બનેલ દરેક ઘટનાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી સખત ટીકા ટિપ્પણી કરી હતી. ખાસ તો ઉદ્યોગપતિઓ ની સામે નારાજગી દર્શાવી હતી જેનું મુખ્ય કારણ કોર્ટ ના થયેલ હુકમો મુજબ થતી કાર્યવાહી માં બિન જરૂરી રીતે વિક્ષેપ કરવાની જે કોશિષ કરાવવા માં આવી અને રાજ્ય ના મંત્રીશ્રીઓ ને અને સાંસદ શ્રી ને જે રીતે રજુઆતો/ફરિયાદો થઈ એ બાબતે દરેકે દરેક માહિતી કોર્ટ ને ધ્યાને આવી છે અને તે માટે સખ્ત નારાજગી દર્શાવી છે.

આવતી કાલ સુધી માં અગાઉ આપવામા આવેલ હુકમ મુજબ ના સોંગન્દ નામાં રજૂ કરી દેવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ દરેક પક્ષકારોએ તેમની ફરિયાદ/સૂચનો સોંગન્દ નામાં સ્વરૂપે આવતી કાલ સુધી રજુ કરવાનું જણાવવામાં આવેલ છે.

Advertisement

હવે પછી ની આગળની સુનાવણી તારીખ 21.06.18 ના રોજ રાખવામાં આવી છે.


Share

Related posts

વડોદરા : એમ.એસ. યુનીવર્સીટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ દ્વારા બાળ મજૂરી વિરોધ સપ્તાહની સમાપ્તિનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કોરોનાની બીજી લહેરમાં લોકોને મદદરૂપ થવા બારડોલીનાં સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા શરૂ કરાયેલા કંટ્રોલરૂમને બહોળો પ્રતિસાદ.

ProudOfGujarat

કરજણ હાઇવે પર આવેલી સનરાઇઝ ઓટો ગેરેજમાંથી વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!