-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર ના ગ્રામ વિસ્તારો માં દક્ષિણ ગુજરાત વીજ કંપની સામે લોકો માં દિવસે ને દિવસે ભારે રોષ વધી રહ્યો છે..રોશની આપતી જીઈબી કચેરી નો અંધેર વહીવટ લોકો ના આક્રોશ ઉપર થી જોઈ શકાય છે……….
છેલ્લા કેટલાય દિવસો થી વીજ પુરવઠો નિયમિત અને પૂરતો ન મળતો હોવાના કારણે હેરાન પરેશાન થયેલા લોકો એ ગત સાંજ ના સમયે અંકલેશ્વર માં આવેલ જીઇબી કચેરી ખાતે ઢસી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો…..જીઈબી કચેરી ખાતે ઢસી આવેલ લોકો એ જણાવ્યું હતું કે અંકલેશ્વર ના ગ્રામ્ય વિસ્તાર માં આવેલ કાપોદ્રા.ભડકોદ્રા.નોબલ માર્કેટ સહીત ના આજુબાજુ ના વિસ્તારો માં વીજ કંપની તરફ થી પૂરતો વીજ પુરવઠો આપવામાં આવતો નથી અને જીઈબી કચેરી તરફ થી યોગ્ય જવાબ મળતો નથી જેથી આખરે કંટાળેલા લોકોએ જીઈબી કચેરી ખાતે ઢસી આવી ભારે હોબાળો મચાવ્યો હતો…….
જીઈબી કચેરી ખાતે રજૂઆત કરવા આવેલ લોકો એ જીઈબી સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે માત્ર ૧ કલાક જ છેલ્લા ૧૫ દિવસ થી વીજ પુરવઠો આપવામાં આવે છે.જેથી રમજાન માસ દરમિયાન તેઓને ખુબ જ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો..અને જીઈબી કચેરી ખાતે લોકોએ હોબાળો વહેલી તકે તેઓની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માં આવે તેવી માંગ ઉચ્ચારી હતી……