તમામા ફેરફાર નોંધ રદ કરી જમીએન સંસ્થાનાં નામે કરવા હુકમ
અંક્લેશ્વર તાલુકાના સજોદગામે આવેલ લાકુશા પીરની વકક બોર્ડ્ની જમીન બારોબાર વેચાણ કરી દેવા મુદ્દે બોર્ડ દ્વારા જમીન ફેરફાર નોંધ રદ કરી સંસ્થાના નામે પુસ્થાપિત કરવા હુકુમ કરાયો છે
પ્રાપ્ત વિગતો અનુસાર સજોદ ગામે આવેલ સર્વ નં 301 454 અને 572 લાકુશા પીરની ખેતી ની જમીન છે જે પૈકી સર્વ નં- 301 ની જમીન હરીપુરા ગામનાં લોકોના પુનવર્સન માટે સંમાદીત કરાતાં સર્વ નં- 454 અને 572 ની જમીન લાકુશા પીરના વહીવટ્કર્તાઓ દ્વારા બીબી લાકુશાની દિકરી ગુજરી જવાથી તેનુ નામ કમી કરીને
તાં 31|3|87 નાં ફેરફાર નોંધ નં 7360 થી કાસમસા અમીરસાનુ નામ દાખલ કરાયુ હતુ જે બાદ તાં 11|12|95 નાં રોજ કાસમસા એ સર્વ નં 572 ની જમીન અંક્લેશ્વર ના રહીસ મંજુબેન જેરામભાઈ આહીરે રૂ. 51 હજાર માં વેચાણ દસ્તાવેજ તરીકે તાં 1|6|95 નાં ફેરફાર નોંધ નં 9134 થી તાં 5|7|96 નાં રોજ સર્વ નં 454 ની જમીન મા કાસમસા તાં 2|6|96 ના રોજ ગુજરી જતા વારસદાર તરીકે હસીનાબીબી કાસમસા મેહબુબ કાસમસા અને યાસીન કાસમસા ના નમો દાખલ કરાયા હતાં ત્યાર બાદ તા 28|12|2001ના રોજ નોંધ નં 970 થી વારસદારોએ મનસુખ મેરામણભાઈ સોલંકીને રૂ 49, 999 માં તા 5|12|2001 નાં રોજ વેચાણ દસ્તાવેજ આપી હતી અને મનસુખ સોંલકીએ આ જમીન તા 23|3|2010 થી મનસુખ સેજલીયા નામના વ્યક્તી ને વેચાણ દસ્તાવેજ થી આપી હતી આ તમામ ફેરફાર નોંધ તા 26|3|2012 ના રોજ વેચાણ લીધા બાદ જિલ્લા વિકાસ અધિકારી એ હુકમ નં જી,પં|મમા ભૂસી|એન એ |15810 |11 તા 20|6|2011 થી જમીનનો બિનખેતીના હુકમ કર્યો હતો
આમ લાકુશા પીરની આ જગ્યા વકક બોર્ડ ની માલીકીની હોવા છતા તેની પરવાનગી વગર જ વચી દેવાના કારસો રચાયો હતો જે અંગે એક જાગ્રૂત નાગરીકે વકક બોર્ડ ગાંધીનગર ને લેખીત જાણ કરતા વકક બોર્ડ જિલ્લા કલેક્ટર ભરૂચ ને તપાસ કરીને હકીકત નો અહેવાલ મોકલવા જણાવ્યુ જે અંગે તપાસ કર્યા બાદ તા 20|3|2018 ના રોજ અંક્લેશ્વર SDM દ્વારા જિલ્લા કલેક્ટર ને અહેવાલ મોકલાયો હતો જેમા આ જમીનનો બોમ્બે પુબ્લિક ટ્રુસ્ટ એક્ટ – 1950 હેઠળ બી-514 ભરૂચ થી તા 4|5|1954 થી વકક મા નોંધાયેલી હોવાનુ જાણવા મળતા તમામ ફેરફાર નોંધ રદ કરી જમીન વકક મા પુસ્થાપિત કરવાનો હુકમ કરાયો છે આ હુકમ ને પગલે ફેરફાર નોંધ કરનારા અધિકારી ઓમા ફફડાટ ફેલાયો છે હવે કેટલા સમય મા આ ફેરફાર નોંધ રદ થાઈ છે અ જોવુ રહ્યુ