નવા પ્રવેસ મેળવનાર ભૂલકાઓ સાથે માવતરે પણ શાળાનો પ્રથમ દિવસ માણ્યો….
સોમવારથી અંક્લેશ્વરની તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રાંરભ થતાં ઉત્સાહ અને હલચલનો માહોલ જોવા મળ્યો હતો.
લાંબા વેકેશનમા શાળાઓ ખાલીખમ અને સૂનસાન બની ગઈ હતી સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ દોઠ-બે મહિનાથી સૂની પડેલી શાળાઓમાં જાણે જીવનનો સંચાર થયો હોય એવી હલચલ જોવા મળી હતી વિધ્યાર્થીઓ વિના જાણે નિંદ્રામાં સરી પડેલી શાળાઓ આળસ મરડી બેઠી થઈ ગઈ હતી અને નવા-જુનાં વિધ્યાર્થીઓને આવકારવા માટે સજ્જ બની હતી. વિધ્યાર્થીઓ પણ પ્રથમ દિવસે ઉત્સાહ ભેર શાળામાં ઉમટી પડ્યા હતાં અને વેકેશનની પ્રવ્રૃતિઓ વિશે ભેરુઓ સાથે લાંબી ચર્ચાઓ અને મજાક મસ્તી કર્યાં હતાં
પ્લેગૃપ માં પ્રથમ્વાર પ્રવેસ મેળવનાર ભૂલકાંઓના સાથે માવતરે પણ શાળાએ જઈને જાણે તેમનાં બાળપણને સંભાર્યું હતું શાળાનો પ્રથમ દિવસ શૈક્ષણિક કાર્યવિધિ મર્યાદિત જોવા મળી હતી. વિધ્યાર્થીઓ એ પોતાના જુના મિત્રોને મળવામાં અને નવા શિક્ષકો સાથે અને સહપાઠીઓ સાથે પરિચય કેળવવામાં જ આખો દિવસ વીતાવ્યો હતો શાળાના શિક્ષકોએ પણ વિધ્યાર્થીઓને નવા સત્રમાં આવકારવાની સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.