Proud of Gujarat
Uncategorized

અંકલેશ્વરમા ખાનગી ફાયરીંગ થતા ભય બેઠો

Share

અંકલેશ્વર નજીકના સારંગપુર વિસ્તારમા ગોરીબારના પગલે એક વ્યકતિ નુ મોત. ગત રાત્રીના સમયે અંકલેશ્વર નજીક સારંગપુર વિસ્તારમા ખાનગી ગોરીબારનો બનાવ બન્યો હતો. જે અંગેની બાબતો વાયુ વેગે ફેલાતા લોકોમા ભયની લાગણી ફેલાઈ ગઈ હતી. પદમાવત નગર વિસ્તારમા ગોરીબારનો બનાવ બન્યો હતો. જેમા ગેરેજ ના વ્યવસાય સાથે સંકાળેલ સમીમ ખાન ઝમીલ ખાન ઉ.વ આશરે ૩૫ નુ મોત નિપજ્યુ હતુ. સમીમખાન રાત્રીના સમયે ગેરેજ બંધ કરી પોતાના ઘરે પરત આવ્યા હતા. અણે મોટર સાયકલ મુકી ઘરમા પ્રવેશ કરવા જતા હતા. તેવા સમયે અચાનક બે જેટલા અજાણ્યા ઈસમોએ સમીમખાન પર ફાયરીંગ કર્યુ હતુ. સમીમખાન ના મોંઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેના પગલે તેમણુ મોત નિપજ્યુ હતુ. આ બનાવ અંગે અંકલેશ્વર પોલીસે ગુણો નોંધી તપાસનો આરંભ કર્યો હતો. તપાસ અંગે ડોગ સ્કોડ અને એફ.એસ.એલ વિભાગની મદદ લેવાઈ રહી છે. આ બનાવ અંગે ઘણા રહસ્યો અને પ્રશ્ન ઉપસ્થીત થયા છે. પદમાવત સારંગપુર વિસ્તાર સતત વહાનો અને રાહદારીઓની અવર જવર ધરાવતો વિસ્તાર છે. તેમા ફાયરીંગની ઘટના બને તે સુચક છે. એટલુજ નહી પરંતુ સમીમ ખાન ગેરેજ બંધ કરીને ઘરે આવ્યા તારે જ તેણા પર ગોલી બાર કરાયો હતો. જેણો અર્થ એ થાય કે હત્યારાઓ ગેરેજ થી જ સમીમ ખાન નો પીછો કરતા હોય તેવી શંકા નકારી શકાતી નથી. પરંતુ આ ગોલીબાર કરનાર કોણ…..??? અણે તેઓ કયા હેતુસર સમીમ ની હત્યા કરવા માંગતા હતા એટલુજ નહી પરંતુ આવા ભરચક વિસ્તારમા હત્યારાઓ ઝડપથી પલાયન થઈ જાય તે પણ સુચક બાબત છે. પદમાવત અને સારંગપુર વિસ્તારમા ખાનગી પીસ્તોલ આને તમંચાઓ પકડાયા હોવાની ઘટના અવારનવાર બનતી રહે છે. તેમ છતા પોલીસ તંત્ર ધ્વારા અત્યાર સુધી આ વિસ્તારનુ ડોર ટુ ડોર કોંમ્બીગ ઘણા સમયથી કરાયુ નથી. જે નોંધ પાત્ર બાબત છે.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાના શેરા ગામે એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી એક ફાયરબ્રિગેડ દોડી આવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો 

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ ૪૩૫ મિ.મિ વરસાદ નોંધાયો.

ProudOfGujarat

Island Time: Ulla Johnson Shares Her Travel Diary From Greece

admin

Leave a Comment

error: Content is protected !!