ભરૂચ જિલ્લામા મોબાઈલ ચોરીના બનાવો વધતા જાય છે ત્યારે આવા ગુનાઓને અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ના ઈંચાર્જ પી.આઈ કે.જે ધડુક ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ એ.એસ.ચૌહાણ તથા પો.સ.ઈ વાય.જે ગઢવી ટીમ બનાવી કાર્યરત હતા ત્યારે અંકલેશ્વર શહેર પોલીસ ગુ.ર.નં ૧. ૨૬૮/૧૮ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુનામા ચોરી થયેલ મોબાઈલ અંગે બાતમી મળતા બાતમીના અધારે ઝગડીયા ખાતે થી મહંમદ ઝાબીર ઉર્ફે સદામ મુનીરૂદ્દીન મન્સુરી રહે. સુલતાન પુરા, મુસ્તુફા મુલા રહે. ઝગડીયા પાસે થી ચોરીમા ગયેલ મોબાઈલ કબજે કરવામા આવ્યા હતા. તેમજ પુછપરછ દરમ્યાન તેણા કબજામાથી બીલ કે આધાર પુરાવા વગરના ૯ મોબાઈલ મળી કુલ ૧૦ મોબાઈલ મળી આવેલ. આ મોબાઈલ ફોન ઝગડીયા, નાના સંજા ગામે રહેતા એક ઈસમ વહેંચતો હોવાનુ જણાતા આ ઈસમ હરેશ અર્જુન શખારામ ચિતે રહે. હાલ નાનાસંજા મુળ રહે. કિશન વાડી ઝુપડપટ્ટી વડોદરા ને અટક મા લઈ પુછપરછ કરતા ભરૂચ અંકલેશ્વર તથા વડોદરા ખાતે અલગ-અલગ જગ્યાઓએ મોબાઈલ ફોન ચોરી કરી હોવાનુ જાણવા મળેલ. અલગ- અલગ કંપનીના બીજા ૨૩ મોબાઈલ ફોન કબજે કરવામા આવેલ છે. તેમજ વાલીયા ખાતે પણ મોબાઈલ વહેંચાણ કરેલ હોવાની કબુલાત કરતા વાલીયા બજાર ખાતે થી પ્રીતમ કુમાર ઉર્ફે પીંટુ હનુમાન પ્રસાદ વારદે રહે. લુણા રોડ વાલીયા પાસે થી એક મોબાઈલ તથા પીનલ કુમાર ઉર્ફે પીંકેશ બાબભાઈ શાહ રહે. વાલીયા પાસે થી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આમ ચારે ઇસમો ના કબજામાથી અલગ-અલગ કંપની ના કુલ ૩૫ મોબાઈલ કિં.રૂ.૦૧૬૨૦૦૦ ચારે ઈસમોને અટક કરવામા આવેલ છે. આ ઈસમોની ચોરી કરવાની રીત રસમ જોતા હરેશ ચિતે ભરૂચ અંકલેશ્વર તથા વડોદરા ખાતે ભીડ ભાડ વાળી જગ્યા એથી મોબાઈલ ફોન ચોરી કરવાની તથા વાહન ચાલકો પાસે વાત કરવા મોબાઈલ માંગી નજર ચુકવી નાશી જઈ ચોરી કરવાની ટેવ છે. હરેશ ચિતે અગાઉ વડોદરા ખાતે મોબાઈલ ચોરી તેમજ નવસારી ખાતે દારૂની હેરાફેરી ના ગુનાઓમા ઝડપાયેલ છે.