નગરપાલિકા એ વાંસ બાંધી દેતા લોકો રસ્તા પર બાઈક મુકવા માંડયા
ખોદેલા રસ્તા અને બેફામ વાહનોથી જનતા ત્રાસી…..
અંકલેશ્વર મા આમ પણ ટ્રાફીક ની સમસ્યા રોજીંદા બની છે. ત્યારે નગરપાલિકા તંત્ર એમા વધારો કરી રહ્યુ છે. અંકલેશ્વર નગરના મુખ્ય માર્ગ પર જીનવાલા સ્કુલથી લઈ ચૈટાનાકા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા માઝા મુકી રહી છે. આડેધડ પાર્ક થતી બાઈકસ તેમજ ફોર વ્હીલર્સ ઉપરાંત લારી ગલ્લા ના દબાણો આ સમસ્યા માટે જવાબદાર છે. ત્યારે પાલિકાતંત્ર એ સમસ્યા હળવી બનાવવા ને બદલે વધુ જટીલ બનાવી રહ્યુ છે. પાલિકા હોવાથી સ્વભાવિક રીતે જ પાલિકાના અધિકારીઓ – પદ અધિકારીઓ ઉપરાંત સામન્ય શહેરી જનોની પણ અનેક કામસર સતત અવર જવર રહેતી હોય છે. પાલિકાના પ્રાંગણમા પાર્કિગ માટેની જગ્યા છે. પરંતુ શાસકોએ રોડને અડીને આવેલ પાલિકા પ્રંગાણમા વાંસડાની આડા બાંધી દેતા તમામ વાહનો ફરજીયાત રોડ પર યા રોડ ની અડીને પાર્ક કરવા પડી રહ્યા છે. અને એટલી જગ્યા પણ નથી હોતી. પાલિકાની સામેની બાજુમા તાલુકા પંચાયત ની બહાર ઉભા રહેતા લારી ગલ્લા ઓને લીધે પણ પાર્કીંગ શકય બનતુ નથી. અને એના લીધે આડેધડ પાર્કિગને લઈને બેફામ ટ્રાફિક જામ રોજ સર્જાઈ રહ્યો છે. નગરજનોની સુખાકારી માટે જેમને પ્રજાએ પાલિકામા બેસાડયા છે. એ પદાધિકારીઓ જ સ્વાર્થી બનીને નગરજનોના રોજીંદા પરિવહનમા અડચણો ઉભી કરી રહ્યા છે. પ્રાંગણમા બાંધી દેવાયેલા વાંસડા જો હટી જાય તો ૫૦% ટ્રાફિક જામની સમસ્યા હળવી બની જાય પરંતુ સત્તાધીશો આ કરશે કે નહી એ જોવુ રહ્યુ.