તારીખ . 8.01.18
અંકલેશ્વર તાલુકા ના પીરામણ ગામના માજી સરપંચ ના દુઃખદ અવસાન થી ખાલી પડેલ સરપંચ ની બેઠક માટે ચૂંટણી ની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં જાહેર નામા મુજબ ફોર્મ ખેંચવાની આજે છેલ્લી તારીખ હતી.
સરપંચ ના ઉમેદવાર તરીકે કુલ 4 ફોર્મ માન્ય રખાયા હતા.
ગામ ના આગેવાનો ની અને વહીવટી અધિકારીઓ માં નાયબ કલેકટર સાહેબ ભગોરા સાહેબ, મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર મનુભાઈ પટેલે ,ચૂંટણી અધિકારી ટંડેલ સાહેબ તરફથી દાખવેલ આગવી કુનેહ ના કારણે અન્ય ત્રણ ફોર્મ સમય મર્યાદા માં ખેંચવામાં સફળ રહ્યા હતા અને એક માત્ર *શ્રી વિષ્ણુ ભાઈ જયંતીભાઈ વસાવા ને* બિન હરીફ સરપંચ તરીકે જાહેર કરવામાં આવશે .આમ પીરામણ ગામ અને વહીવટી તંત્ર હાશકારો અનુભવ્યો હતો. નાયબ કલેકટર સાહેબ ના કેહવા મુજબ આ એક માત્ર સરપંચ ની સીટ ની ચૂંટણી થાય તો વહીવટી તંત્ર એ ખર્ચ અને સમય આપવો પડે જે હાલ ઓછા સ્ટાફ માટે કઠિન કામગીરી હતી.
એ સિવાય તાલુકાના અન્ય ગામો અડોલ અને સરથાણ ગામની વોર્ડ ની ખાલી પડેલ બેઠક માટે એક પણ ઉમેદવારી પત્રક ભરાયુ ના હતું . આમ હાલ અંકલેશ્વર તાલુકામાં જાહેરનામા મુજબ કોઈ ચૂંટણી યોજવાની રહેતી ના હોવાના કારણે વહીવટી તંત્ર માટે આનંદ ની લાગણી અનુભવાઈ રહી હતી