અંકલેશ્વર નગરપાલિકા ની સ્વચ્છતા અભિયાન ની ટીમ દ્વારા વિધ્યાથીઁઓને ભીનો કચરો લીલા કલરની અને સૂકો કચરો વાદળી કલરની ડસ્ટબિનમાં અલગ અલગ રાખવા બાબતે માગઁદશઁન પુરુ પાડ્યું હતું.
પ્લાસ્ટીક બેગનો ઉપયોગ સદંતર બંધ કરી કાપડની અથવા શણની થેલીઓનો ઉપયોગ કરવા માટે સમજ આપી હતી.પ્લાસ્ટીક બેગ વપરાશથી પયાઁવરણ ને મોટું નુકસાન થઈ રહ્યું છે.પલાસ્ટીક ની બેગ નો ઉપયોગ બંધ કરવા અને સ્વચ્છતા જાળવવા પ્રતિજ્ઞા લેવડાવી હતી,સાથે અંકલેશ્વર નગરપાલિકા ની સ્વચ્છતા અભિયાન ટીમ દ્વારા કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ના ટ્રસ્ટી અને મુખ્ય સઁચાલક શ્રીનાઝુ ફડવાલા અને ટ્રસ્ટીઓ તથા અંકલેશ્વર નગરપાલિકા ના એન્જિનિયર શ્રી હર્ષદભાઈ કાપડિયા, સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી રઘુવીસિંહ મહીડા, ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર જયેશ સોલંકી,સુપરવાઇઝરશ્રીઓ એઝાઝ મલેક, સલીમ સૈયદ અને શાળા આચાર્યશ્રીમતી નીમીષા પટેલ,શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.શાળા પરિવાર તરફ થી અંકલેશ્વર નગરપાલિકા ની સ્વચ્છતા અભિયાન ની ટીમ ના તમામ સભ્યોનો આભાર માની સુભેચ્છાઓ આપી હતી.
સ્વચ્છતા સર્વેક્ષણ – ૨૦૧૯ અન્વયે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા “અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ” ખાતે સ્વચ્છતા બાબતે કાયઁકમનુ આયોજન કયુઁ.
Advertisement