૧૪ જેટલી લારીઓ પરથી નમુના લીધા….
રજિટ્રેશન કે લાઇસન્સ વગરના ઢાબાઓ પર પણ કાર્યવાહી જરૂરી…..
આખરે ભરૂચ ફ્રુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે અંક્લેશ્વરમાં પણ પોતાની કામગીરી શરૂ કરેલ છે.વિભાગના અધિકારીઓએ ૧૪ જેટલી લારીઓ પરથી ચીકીના નમુના લીધા હતા.
અંક્લેશ્વરમાં આડેધડ શરૂ થયેલ ચીકીની હાટડીઓ ઉપરાંત વિવિધ ખાણીપીણીની લારીઓ અને ઢાબાઓમાં વાનગીઓની ગુણવત્તા વિશે અનેક સવાલો ઉભા થયા છે સ્થાનિક પાલિકા તંત્ર પાસે આવા લારીઓ કે ઢાબાઓની વાનગીઓની ગુણવતા ચકાસવાની સત્તા નથી. ભરૂચ જીલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જ રજીટ્રેશન, લાઇસન્સ ઉપરાંત ગુણવત્તાની ચકાસણી કરી શકે છે.જો કે જીલ્લા ફ્રુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ આ પરત્વે તદ્દન નિષ્કિય રહેતા લારી તેમજ ઢાબા ચાલકોને છુટ્ટો દોર મળી ગયો હતો.આ અંગે અનેકવાર કરાયેલી રજુઆત ને પગલે છેવટે ફ્રુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ સક્રિય બન્યુ હતુ.અને અંક્લેશ્વરમાં ચીકીની ખુલેલી હાટકીઓ પર તવાઇ બોલાવી ૧૪ જેટલી લારીઓ પરથી ચીકીના નમુના લીધા હતા. આ અંગે ફ્રુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ અધિકારી ડી.એમ.પટેલે પુષ્ટી કરી છે અને વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે હજુ વધુ માર્ગદર્શન મેળવીને કાર્યવાહી કરવામાં આવશે.
જો કે એક વિડંબન્ગ એ પણ છે કે ફ્રુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે જે નમુના ચકાસણી માટે લીધા છે એનો રિપોર્ટ મહિના પછી આવશે એમ પણ ડી.એમ.પટેલે જણાવ્યુ હતુ.
એક મહિના પછી રિપોર્ટ આવશે એ શું કામનો હશે એ હવે વિચારવુ રહ્યુ.બીજી તરફ રજીસ્ટ્રેશન કે લાઇસન્સની ચકાસણી ફ્રુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે કરી નથી એ પણ વિચાર માંગી લે એવી બાબત છે ત્યારે હવે અંક્લેશ્વરમાં ગેરકાયદેસર રીતે ચાલતા ઢાબાઓ સામે ફ્રુડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરશે કે પછી આટલા નમુના લઇ સંતોષ માની લેશે એ જોવુ રહ્યું…!!!!!