Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના સંજાલી મુકામે ઓલ ઇન્ડીયા મુશાયરો યોજાયો.

Share

 

Advertisement

= દેશના નામાંકીત શાયરો તથા શાયરાઓએ મુશાયરામાં હાજરી આપી
અંકલેશ્વર તાલુકાના સંજાલી મુકામે કોમી એકતાના સંદેશા સાથે ઓલ ઇન્ડીયા મુશાયરાનુ આયોજન કરાયુ હતુ.

અ.એસ.ડી.એ. તથા સંજાલી વેલ્ફેર એન્ડ એજ્યુ. ટ્રસ્ટ અને ઇકરા ઇગ્લીશા મીડીયમ હાઇસ્કુલ દ્વારા આમુશાયરાના કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ.

મુશાયરાના કાર્યક્રમમાં ડૉ.માજીદ દેવબંદી, વસીમ રામપુરી, વસીમ રાજપુરી, જહાજ દેવબંદી, કાવીશા રૂદોવલી, અલ્તાફઝીયા, યુસુફ રઝ્વી, શહેઝાદા કલીમ, અજીમ શાકરી, અનિતા આનંદ, શમીમ કૌશર, નુરી પરવીન તથા લતા હયા જેવા શાયરોએગઝલ પેશ કરી હતી. આ પ્રસંગે એન.આર.આઇ નુ પણ સન્માન કરાયુ હતુ . ગઝલ તથા શાયરી રજુ કરતા પ્રેક્ષકો તથા મહેમાનોએ વધાવી લીધા હતા.

આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી રાજેન્દ્રસિંહ રાણા, ઉપપ્રમુખ યુનુસ પટેલ, ભરૂચ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા, જિલ્લા કૉંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા સહિત મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Share

Related posts

અભિનેત્રી કાશિકા કપૂર અને તેના કૂતરા ગુચીની આ 3 પૉફેક્ટ તસવીરો જુઓ જે તમને તેમની સુંદરતાના દિવાના બનાવી દેશે.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માં ત્રણ દિવસીય એ.આઈ.એ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચ સીવીલ રોડ પર ભરબપોરે બનેલ દિલ ધડક ચીલ ઝડપ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!