રૂ|.૪.૯૪ લાખનાં વિદેશી દારૂ સાથે ૩ની ધરપકડ-સજ્જુ ફરાર…..
૩૧ ડિસેમ્બર પહેલા પોલીસ ની કામગીરી વધુ કડક બનશે…….
અંક્લેશ્વર શહેર પોલીસ અને ભરૂચ એલ.સી.બી.ના સંયુક્ત ઓપરેશનમાં અંક્લેશ્વરના કુખ્યાત બુટલેગર સજ્જુના ઘરેથી રૂ|.૪.૯૪ લાખનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર અંક્લેશ્વર શહેર પી.આઇ. જિજ્ઞેશ અમિન,ભરૂચ ‘એલ.સી.બી.’ પી.એસ.આઇ. ગઢવી તથા સ્ટાફે મળી ગુરુવારે મોડી રાત્રે બાતમીના આધારે અંક્લેશ્વર કાગઝીવાડમાં રહેતા કુખ્યાત બુટલેગર સજ્જુ ઉર્ફે સુજાતખાન બશીરખાન પઠાણનાં જુના ઘરે રેઇડ કરી હતી.આ રેઇડમાં સજ્જુએ ઘરમાં છુપાવેલ વિદેશી શરાબની ૭૫૦ એમ.એલ. તેમજ ૧૮૦ એમ.એલ.ની કુલ ૩૨૬૪ નંગ બોટલો કિમત રૂ|.૪,૯૪,૪૨૦ મળી આવી હતી.બુટલેગર સજ્જુ ફરાર થઇ ગયો હતો.જો કે પોલીસે તેની પત્ની શબાના ખાતુન તથા ભાઇ બિસ્મીલ્લાખાન અને અન્ય મહિલા ફાત્માબીબી નાઝિમખાન પઠાણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે તેથી વોન્ટેડ બુટલેગર સજ્જુની શોધખોળ હાથ ધરી છે….
ઉલ્લેખનિય છે કે સજ્જુ એ વર્ષોથી દારૂનો ધંધો તથા સપ્લાય કરતો કુખ્યાત બુટલેગર છે.હાલ તા.૩૧ મી ડિસેમ્બરની ઉજવણી કરવા અનેક શરાબશોખીનો થનગની રહ્યા છે ત્યારે પોલીસે પણ પોતાની કામગીરી વધુ તેજ અને અસરકારક બનાવી દિધી છે.નશાબંધીના કાયદાનો કડક અમલ થાય એ માટે પોલીસ કટિબધ્ધ છે ત્યારે શરાબશોખીનો હવે અન્ય સ્થળો તરફ નજર દોડાવીને ૩૧મી ડિસેમ્બર ની ઉજવણી કરવા મજબુર બન્યા છે…..