૧૨ ડિસેમ્બરે અમદાવાદનાં કાર્યક્રમ માટે પૈસા ઉઘરાવનાર કોણ..??
તા-૧૨ ડિસેમ્બરેનાં રોજ અમદાવાદ ખાતે જી.પી.સી.બી. – જી.આઇ.ડી.સી. નાં અધિકારીઓના અભિવાદન સમારોહમાં દક્ષિણ ગુજરાતના જી.પી.સી.બી. ના એક અધિકારીએ નાણાં ઉઘરાવ્યા હોવાની ચર્ચા હાલ વિવાદો સર્જી રહી છે.મળતી આધારભુત માહિતી અનુસાર અંક્લેશ્વર-પાનોલી સહિત સમગ્ર ગુજરાતની તમામ ઓધ્યોગિક વસાહતો દ્વારા તા.-૧૨ ડિસેમ્બરે અમદાવાદ ખાતે સરકાર દ્વારા જાહેર કરાયેલ નવી નીતિ અને રાહતો માટેનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેનું જી.ડી.એમ.એ. એ નેત્રુત્વ લીધુ હતુ.આ સમારોહમાં આખા ગુજરાતના તમામ ઓધ્યોગિક વસાહતોના ઉધ્યોગ મંડળો ઉપરાંત સી.ઇ.ટી.પી.ના મેમ્બર્સ પણ સહયોગી હતા.આમ છતા કહેવાય છે કે દક્ષિણ ગુજરાતની ઓધોગિક વસાહતોનાં એક અધિકારીને આ સમારોહના નામે ભરૂચથી લઇ વાપી સુધીના ઉધ્યોગ ગ્રુહો અને ઉધ્યોગ મંડળો પાસે થી એક કરોડ ઉપરાંતનાં નાણાં ઉઘરાવ્યા હોવાની ચર્ચા છે.આ અધિકારી કોણ એ હવે તપાસનો વિષય છે.જ્યારે ખુદ સરકારી કર્મચારીઓ ઉધ્યોગના ફંકશનના નામે લાખો રૂપિયા ઉઘરાવી ખુદ સરકારને જ અંધારામાં રાખે ત્યારે તેમના પર કોણ અંકુશ લાવશે એ હવે વિચાર માંગી લે એવી બાબત છે ….