ગડખોલ ગ્રામ પંચાયતે ગોચરની જમીનમાં રસ્તો બનાવી દીધો.
૨૫ વર્ષ પહેલાં કલેક્ટરે રોટરી ક્લબ જમીન વનીકરણ માટે આપી હતી.
એક તરફ હાલ સર્વત્ર વનીકરણ અને હરીયાળી પટ્ટીના નિરમાણની તાતી જરૂરીયાત વર્તાઈ રહી છે અને એ દિશામાં કામ પણ થઈ રહ્યું છે ત્યારે કેટલાંક ને આ પ્રવૃતિ પણ ગમતી નથી.
અંક્લેશ્વર તાલુકાનાં ગડખોલ ગ્રામપંચાયતની હદમાં આવતી એક જમીનનો કિસ્સો હાલ ચર્ચાની એરણ પર છે. હાઈવે પર વર્ષા હોટલ પાસેની આ જમીન ૨૫ વર્ષ પહેલાં તત્કાલિન કલેક્ટરે અંક્લેશ્વરની રોટરી ક્લબને આ જમીન વનીકરણ માટે આપી હતી. તત્કાલિન રોટરી ક્લબનાં આગેવાન અશોક પંજવણીએ જે-તે સમયે “ક્લીન અંક્લેશ્વર, ગ્રીન અંક્લેશ્વર” નું અભિયાન મોટા પાયા શરૂ કર્યું હતું અને એને ધ્યાને લઈને જ કલેક્ટરે આ જમીન રોટરી ક્લબને વૃક્ષો વાવવા માટે અને ફોરેસ્ટ ડેવલપિંગ માટે આપી હતી.રોટરી ક્લબ દ્વારા આ જમીનમાં ૩૫૦૦ જેટલાં વૃક્ષો પણ વાવવામાં આવ્યાં હતાં એક સરસ મજાનું હરિયાળુ વન રોટરી ક્લબની માવજત દ્વારા નભું કરાયું હતુ થોડો સમય બધું વ્યવસ્થિત ચાલ્યું પરંતુ ત્યારબાદ ગડખોલ ગ્રામપંચાયત દ્વારા આ સુંદર રળિયામણા વિસ્તારમાં કચરો નાખવાનું શરૂ કરી દેવાયું આ અંગે રોટરી ક્લબ દ્વારા ગડખોલ ગ્રામપંચાયત ને જાણ કરાતાં આ પ્રવૃત્તિ બંધ કરી દેવાઈ હતી. જો કે છેલ્લાં થોડાં સમયથી આ પ્રવૃત્તિએ ફરી વેગ પકડ્યો છે. મોટી માત્રામાં રોજીંદો કચરો આ ગોચરની વનીકરણ વાળી જગ્યામાં ઠાલવવામાં આવી રહ્યોં છે. અધૂરામાં પૂરૂં આ જમીનમાં કદી રસ્તો બનાવી શકાય નહિં તેમ છતાં ગડખોલ ગ્રામપંચાયતે રસ્તો બનાવી દઈ સરકારનાં નિયમોનું જ ઉલ્લંઘન કર્યું છે.
આ અંગે રોટેરિયન નરેન્દ્ર ભદ્રે જણાવ્યું હતું કે મહામેહનતે વાવેલા અને ઉછરેલાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. આ અંગે રજુઆત કરવા છતાં કોઈ જ પગલાં લેવાયાં નથી
નોંધનીય છે કે એક તરફ સરકાર “ગ્રીન બેલ્ટ” નિર્માણ ને પ્રાધન્ય આપે છે અને સામાન્ય લોકોને પણ વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરે છે ત્યારે કેટલાંક લોકોને જાણે હરિયાળી ગમતી ન હોય એની વૃક્ષોનું નિકંદન કાઠી રહ્યાં છે રોટરી ક્લબ દ્વારા નિર્મિત આ હરિયાળા બેલ્ટને બરકરાર રાખવા માટે હવે સરકાર જ કોઈ પગલાં લે એ આવશ્યક છે નહિંતર આ જમીન વૃક્ષોનાં ઘટાટોપ વિસ્તારનાં બદલે કચરાની ડમ્પિંગ સાઈટ બની જશે એ દિવસ દૂર નથી.